વૉટ અ જર્ની ઇન માય ફેવરિટ જર્સી : રોહિત

24 June, 2022 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનો ભારતીય કૅપ્ટન ઇન્ડિયન જર્સીમાં ૧૫ વર્ષ પૂરાં કરવા બદલ બેહદ ખુશ છે અને સૌકોઈનો આભારી છે

રોહિત શર્માએ ૨૦૦૭માં આયરલૅન્ડ સામે વન-ડે રમીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

રોહિત શર્મા ૨૦૦૭ની ૨૩ જૂને પહેલી વાર ઇન્ટરનૅશનલ મૅચ (બેલ્ફાસ્ટમાં આયરલૅન્ડ સામે) રમ્યો હતો અને ગઈ કાલે એ યાદગાર દિવસે ટ્વિટર પર પોતાના અસંખ્ય રેકૉર્ડ્સ સહિતની રસપ્રદ વિગતો તેમ જ તસવીરો પોસ્ટ કરનાર ચાહકોનો, પોતાને ભવ્ય કારકિર્દી ઘડવામાં મદદરૂપ બનનાર તમામનો આભાર માન્યો હતો.

રોહિતે ટ્વિટર પરના સંદેશમાં જણાવ્યું કે ‘મેં મારી ફેવરિટ ઇન્ડિયન જર્સીમાં ૧૫ વર્ષ પૂરાં કર્યાં. વૉટ અ જર્ની. આ શાનદાર સફર હું જિંદગીભર યાદ રાખીશ. મને મદદરૂપ થનાર દરેકનો આભારી તો છું જ, ખાસ કરીને હું આજે ક્રિકેટર તરીકે જેકંઈ છું એ બનવામાં મને સપોર્ટ કરનાર વ્યક્તિઓને મારા સ્પેશ્યલ થૅન્ક્સ. હું ક્રિકેટપ્રેમીઓ, મારા ચાહકો અને વિવેચકોનો આભાર માનતાં કહીશ કે તમારા પ્રેમ અને સપોર્ટ થકી જ અમારી ટીમ વિઘ્નોને સફળતાથી પાર કરી શકતી હોય છે.’

૩૫ વર્ષના રોહિતે કુલ ૨૩૦ ઇન્ટરનૅશનલ મૅચની ૨૨૩ ઇનિંગ્સમાં કુલ ૯૨૮૩ રન બનાવ્યા છે, જેમાં કુલ ૨૯ સદીનો સમાવેશ છે. તેણે ટેસ્ટમાં ૮, વન-ડેમાં ૨૯ અને ટી૨૦માં ૪ સદી ફટકારી છે. તેણે વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી છે જે વિશ્વવિક્રમ છે.

sports sports news cricket news india rohit sharma