ભારતની બે ક્રિકેટર કોવિડ-પૉઝિટિવ

27 July, 2022 02:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ટીમની એક ખેલાડી થોડા દિવસ પહેલાં કોવિડનો શિકાર થઈ હતી. એ પછી વધુ એક પ્લેયરનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવતાં તેઓ વિમેન ઇન બ્લુ સાથે હમણાં બ્રિટનના પ્રવાસે નથી ગઈ

ભારતીય ટીમ

કૉમનવેલ્થ ગેમ્સમાં આ વખતે પહેલી વાર મહિલાઓની ટી૨૦ ટુર્નામેન્ટ યોજાવાની છે અને એ માટે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ રવિવારે ઇંગ્લૅન્ડ જવા રવાના થઈ હતી. આ ટીમની એક ખેલાડી થોડા દિવસ પહેલાં કોવિડનો શિકાર થઈ હતી. એ પછી વધુ એક પ્લેયરનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવતાં તેઓ વિમેન ઇન બ્લુ સાથે હમણાં બ્રિટનના પ્રવાસે નથી ગઈ.
ભારતીય ટીમ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા, હર્લીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ, એસ. મેઘના, સ્નેહ રાણા, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા અને રાધા યાદવ.

2
આટલી ક્રિકેટરોએ પોતાના દેશની ટીમની ચિંતા વધારી છે. સાઉથ આફ્રિકાની ઑલરાઉન્ડર બ્રધર-ઇન-લૉને અકસ્માત નડતાં કૉમનવેલ્થમાં નહીં રમે. ઇંગ્લૅન્ડની કૅપ્ટન હીધર નાઇટને ઈજા પહોંચી છે.

indian womens cricket team sports news covid19