માઇનસ 72 ડિગ્રી સાથે આ છે વિશ્વનું સૌથી ઠંડુ શહેર

16 August, 2019 06:23 PM IST  |  મુંબઈ ડેસ્ક

માઇનસ 72 ડિગ્રી સાથે આ છે વિશ્વનું સૌથી ઠંડુ શહેર

વિશ્વનું સૌથી ઠંડુ શહેર

તમારા શહેરમાં કેટલી ઠંડી છે? તમે ગમે તેટલો દાવો કરો પણ તે રશિયાના Oymyakon કરતાં તો ઓછી જ હશે. એવું એટલા માટે કે અહીંનું તાપમાન સૌથી ઓછું છે -72 ડિગ્રી સેલ્સિયસ નોટ કરવામાં આવ્યું. આ શહેરમાં -50 ડિગ્રી સુધીનું તાપમાન સામાન્ય માનવામાં આવે છે અને સ્કૂલ પણ એટલામાં બંધ થતી નથી. વાત એવું છે કે જો ઉકળતું પાણી હવામાં ઉછાળવામાં આવે તો તે પણ બરફ બની જાય છે. અને તમે આનો યુટ્યૂબ વીડિયો પણ જોઇ શકો છો. આ હાલ છે Oymykonનું.

આ વિશ્વનું સૌથી ઠંડું શહેર માનવામાં આવે છે. આનાથી ઠંડી જગ્યા એન્ટાર્કિટિકા કે નોર્થ પોલ હોઇ શકે છે, પણ તે શહેર નથી. ફોટોગ્રાફર Amos Chappleએ આ શહેરની ઘણી તસવીરો શેર કરી. ઠંડી એટલી બધી હોય છે કે તમે ગાડીનું એન્જિન બંધ કરો તો બીજીવાર ગાડી સ્ટાર્ટ પણ ન થાય. કેટલાક લોકો આને બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન માને છે, પરંતુ દરેક વ્યક્તિ અહીં નથી આવી શકતો. અહીં આવનારાને ખાસ ટ્રેનિંગ લેવાની હોય છે.

બરફ ઓગાળીને પીએ છે પાણી
ઠંડીમાં પાણીની સમસ્યા થતી હોય છે કારણકે પાઇપમાં પાણી જામી જાય છે. એવામાં પીવાનું પાણી પણ બરફ ઓગાળીને વાપરવામાં આવે છે. જો કે, ગરમીની સીઝનમાં આ મુશ્કેલી થતી નથી.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

શિયાળામાં ન વાપરી શકાય ઘરના બાથરૂમ
શિયાળામાં પ્લમ્બિંગની સમસ્યા પણ થઈ જાય છે. કારણકે પાણી પાઇપમાં જ જામી જતું હોય છે તેથી ઘરનું બાથરૂમ પણ વાપરી શકાતું નથી. એવામાં સમસ્યા એ હોય છે કે ઘરની બહાર લોકોને બાથરૂમનો ઉપયોગ કરવાનો હોય છે. અહીંના લોકોને ફક્ત બહાર ટૉયલેટ જવા માટે પણ કોઇક યુદ્ધ પર જતાં હોય તેવી તૈયારી કરવી પડે છે.

russia offbeat news