મિસકૅરેજની પીડા અનુભવી ચૂકેલી મહિલાઓનું રેઇનબૉ સ્ટાઇલ ફોટોશૂટ

10 August, 2019 08:16 AM IST  |  અમેરિકા

મિસકૅરેજની પીડા અનુભવી ચૂકેલી મહિલાઓનું રેઇનબૉ સ્ટાઇલ ફોટોશૂટ

 ગર્ભમાં જ બાળકને ગુમાવવાની પીડા બહુ જ દુઃખદ હોય છે. એ પીડા પછી ફરીથી બીજી વાર બાળક માટેના પ્રયત્ન વખતે પણ સ્ત્રીઓ બહુ ઍન્ગ્ઝાયટી અનુભવતી હોય છે. અમેરિકાના અલબામા રાજ્યના ફિફે શહેરમાં રહેતી ફોટોગ્રાફર ઍશ્લી સાર્જન્ટે આવી ગર્ભપાતની પીડામાંથી ગુજરી ચૂકેલી હોય એવી મહિલાઓને એકઠી કરીને આશાના કિરણ સમાન ફોટોગ્રાફ લેવાનું વિચાર્યું. આ માટે તેણે ફેસબુક અકાઉન્ટ પર અનાઉન્સ કરીને મિસકૅરેજની પીડા સહન કરી ચૂકેલી ૪૦ મહિલાઓને એકઠી કરી. આશાના કિરણમાં મેઘધનુષના રંગની થીમ રાખવામાં આવી અને તમામ મહિલાઓને મેઘધનુષના રંગોની ‌સીક્વન્સમાં એટલે કે ડાબેથી જમણે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ સાત રંગોના શેડમાં ઊભી રાખીને તસવીર પાડી હતી. પોતે જ્યારે બાળક ગુમાવ્યું ત્યારના દુખદર્દની વાતો શૅર કરીને મહિલાઓએ એવી મહિલાઓને સંદેશો આપ્યો હતો કે આવી ઘટનાઓ સમયે હિંમત હારવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ પિતાએ જૅગ્વાર ન અપાવી એટલે દીકરાએ BMW નાળામાં ફેંકી દીધી

hatke news offbeat news