05 July, 2024 01:30 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
આ હેરસ્ટાઇલ છે કે ચાની કીટલી?
ઈરાનિયન હેરસ્ટાઇલિસ્ટે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કળાનું એવું પ્રદર્શન કર્યું છે કે ભલભલા લોકો એ જોઈને દંગ રહી જાય. તેણે એક મહિલાના માથે કીટલી બનાવી દીધી અને એ પણ તેના જ વાળમાંથી. હેરસ્ટાઇલ કરતી વખતે કોઈ માથામાં વાળની કીટલી બનાવવાનું કેવી રીતે વિચારી જ શકે? પણ આ બહેને એમ કર્યું છે અને એ પણ કોઈ રહસ્ય જન્માવ્યા વિના. કઈ રીતે આ કીટલી બનાવી એનો ટાઇમલેપ્સ વિડિયો પણ તેણે શૅર કર્યો છે. વાળ ઓળતી વખતે તેણે કીટલીના શેપનું એક હલકું સ્ટ્રક્ચર માથે મૂક્યું છે અને એની ફરતે વાળને ગ્લુ ગનથી ચીટકાવી દીધા છે. એ પછી બહારથી વાળને સ્પ્રે કરીને કીટલી સાથે સેટ કરી દીધા છે.