પોલીસે જાગૃતિ માટે વિડિયો શૅર કરીને લખ્યું... ટૂ-વ્હીલર પર આટલો સામાન લાદવો નહીં

27 August, 2026 04:03 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડ પોલીસે ટૂ-વ્હીલર પર વધુ સામાન ન લાદવાની અપીલ કરી છે. જાગૃતિ માટે શૅર કરેલા વિડિયોમાં બાસ્કેટની થપ્પી લઈ જતું સ્કૂટર બૅલૅન્સ ગુમાવીને હાઇવે પર કાર સાથે અથડાતું જોવા મળે છે.

પોલીસે જાગૃતિ માટે વિડિયો શૅર કરીને લખ્યું... ટૂ-વ્હીલર પર આટલો સામાન લાદવો નહીં

ઉત્તરાખંડની પોલીસે રોડ પર સેફ્ટીના નિયમો બરાબર જળવાય એ માટે ટૂ-વ્હીલર વાહનો પર હદ કરતાં વધુ સામાન લાદવો ન જોઈએ એવી સલાહ આપી હતી. એની સાથે તેમણે સોશ્યલ મીડિયા પર જાગૃતિ માટે ટૂ-વ્હીલરની પાછળની સીટ પર પંદર-વીસ બાસ્કેટની થપ્પી બાંધીને લઈ જતા સ્કૂટરનો વિડિયો શૅર કર્યો હતો. પાછળ વજન વધી જવાને કારણે સ્કૂટરનું બૅલૅન્સ બગડી ગયું હતું અને હાઇવે પર જતી એક કાર સાથે જઈને ભટકાયું હતું. આ વિડિયો ક્યાંનો છે એની કોઈ સ્પષ્ટતા નહોતી કરી. 

uttarakhand dehradun road accident accident offbeat news hatke news