ચીનમાં માતા-પિતાની એક ભેટથી દિકરો બની ગયો એટલો ધનવાન કે....

26 October, 2019 10:29 AM IST  |  વૉશિંગ્ટન

ચીનમાં માતા-પિતાની એક ભેટથી દિકરો બની ગયો એટલો ધનવાન કે....

એરિક ત્સે

માતા-પિતા પાસેથી મળતી ભેટ અનમોલ હોય છે. પરંતુ, જો માતા-પિતાથી મળેલી ભેટ દિકરાની અરબપતિ બનાવી દે તો શું કહેવું? કાંઈક એવું થયું કે 24 વર્ષના યુવક એરિક ત્સે સાથે. તેમને માતા-પિતાએ મળેલી ભેટે તેને રાતોરાત અરબપતિ બનાવી દીધો. થયું એવું કે, અમેરિકાના પેન્સિલવેનિયામાં ચીનના સિનો ફાર્માસ્યૂટિકલ કંપનીના સસંસ્થાપક ત્સે પિંગ અને તેની પત્ની ચેયુંગ લિન ચેંગે કંપનીનો 21.5 ટકા ભાગ પોતાના દિકરા એરિક ત્સેને ભેટમાં આપી દીધો.

વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, એરિકને માતા-પિતાએ આ અઠવાડિયાની શરૂઆતમાં તેમને આ ભેટ આપી. તેમણે ભેટમાં મળેલો ભાગ કંપનીની પૂંજીનો પાંચમો ભાગ છે. કંપનીની આ ભાગીદારી લગભગ 26, 980 કરોડ રૂપિયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની આ ભાગીદારીથી એરિક ત્સે એક વર્ષમાં પાંચ લાખ ડૉલરથી પણ વધુની કમાણી કરી લેશે. આ સાથે જ એરિક વધુ દુનિયાના 550 સૌથી વધુ ધની લોકોમાં સામેલ થઈ ગયા છે.

સિનો ફાર્માસ્યૂટિકલનું કહેવું છે કે એરિક દુનિયાના સૌથી ધની લોકોની યાદીમાં સામેલ થવા માટે ઈચ્છુક નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એરિકની સંપત્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, હૉલીવુડ ડાયરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગ અને સ્ટારબક્સના સંસ્થાપક હૉવર્ડ શુલ્ત્સથી પણ વધુ છે. એરિકનો જન્મ સિએટલમાં થયો અને તેમણે બીજિંગ અને હોંગકોંગમાં શિક્ષણ લીધું. તેમણે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટન સ્કૂલ ઑફ ફાઈનાન્સમાંથી સ્નાતક કર્યું છે.

આ પણ જુઓઃ જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એરિક હોંગકોંગમાં ઓછામાં ઓછા પાંસ કંપનીઓના નિર્દેશક છે. તેમણે કહ્યું કે મારા માતા-પિતા અને વરિષ્ઠ લોકોએ મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે અને મારી ક્ષમતાઓ પર ભરોસો કર્યો છે. મારી ઉંમર જ્યારે 19 વર્ષની હતી ત્યારથી જ હું વિચારતો હતો કે હું મારા માતા-પિતાની અપેક્ષાઓ પર ખરો કેવી રીત ઉતરીશ. મારો પ્રયાસ છે કે મને જે સકારાત્મકતા મળી છે તેને મારી આસપાસ હાજર લોકો સુધી પહોંચાડું.

hatke news offbeat news