મોંઘા કેળા-ઈંડા ભૂલી જાઓ,આ કંપની વેચે છે 786 રૂપિયામાં એક બટાટાની ચિપ્સ

13 August, 2019 12:52 PM IST  |  મુંબઈ

મોંઘા કેળા-ઈંડા ભૂલી જાઓ,આ કંપની વેચે છે 786 રૂપિયામાં એક બટાટાની ચિપ્સ

આ ચિપ્સની કિંંમત છે 4, 000 રૂપિયા

જો તમને લાગતું હોય કે ચંડીગઢના જેડબલ્યૂ મેરિયટ હોટલમાં 442 રૂપિયાના બે કેળા અને મુંબઈના હાઈ એન્ડ ફોર સીઝન્સ હોટેલમાં બે બાફેલા ઈંડાના 1, 700 રૂપિયા વધુ લાગતા હોય તો 786 રૂપિયાની એક બટાટાની ચિપ્સ વિશે શું કહેશો? અહીં, અમે કોઈ મોંઘી ધાતુની ચિપ્સ વિશે વાત નથી કરી રહ્યા. હમે બટાટાની વેફર્સની જ વાત કરીએ છે જેને ખાસ ઑર્ડર આપીને તૈયાર કરવામાં આવે છે. જ્યારે આ આ ચિપ્સની ખાસિયત વિશે જાણશો તો હેરાન રહી જશો.

સામાન્ય રીતે ચિપ્સના પેકેટની કિંમત પાંચ, દસ કે વીસ રૂપિયા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી બટાટાની વેફર કેટલા રૂપિયાની હશે? કદાચ તમને અંદાજ પણ નહીં આવે. દુનિયાની સૌથી મોંઘી બટાટાની વેફરની કિંમત છે, 56 ડૉલર એટલે કે 4, 000 રૂપિયા. જી હાં, ચાર હજાર રૂપિયા. તમે વિચારતા હશો કે આટલી મોંઘી ચિપ્સ ક્યાં મળે છે?

આ ખાસ પ્રકારની બટાટાની ચિપ્સ હોય છે, જેને ખાસ પ્રકારના પેકેટમાં રાખવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક પેકેટ કે બૉક્સમાં માત્ર 5 જ ચિપ્સ હોય છે. આ હિસાબે એક ચિપ્સની કિંમત 786 રૂપિયા થાય છે. આ ચિપ્સને સ્વીડનની એક કંપની સેન્ટ એરિક્સ બ્રૂવરી બનાવે છે. ચિપ્સથી પહેલા તમે તેની પેકિંગના દિવાના થઈ જશો. આ ચિપ્સની પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે જાણે તે કોઈ બટાટાની ચિપ્સ નહીં પરંતુ મોંઘી જ્વેલરી હોય.

આ પણ જુઓઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

જો તમે ચિપ્સના શોખીનો છો તો, તેનો સ્વાદ લઈ શકો છો. કંપની આ ખાસ ચિપ્સ પાંચ ફ્લેવરમાં ઉપલબ્ધ કરાવે છે. જો કે, જો તમે આ ચિપ્સ ખાવા ઈચ્છો છો, તો પહેલા તમારે તેનો ઓર્ડર કરવો પડશે. આ ચિપ્સ ગ્રાહકોની ખાસ માંગ પર જ બને છે. કંપનીના પ્રમાણે તેમાં જે સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે દુર્લભ છે. ચિપ્સમાં જે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે, તે ખાસ પ્રકારની છે, જે માત્ર લેકસેન્ડ શહેરમાં જ પેદા થાય છે.

hatke news offbeat news world news