હૉર્ન વગાડ્યા વિના આ ભાઈએ કરી ૧૫,૦૦૦ કિલોમીટરની સફર

11 June, 2019 09:12 AM IST  | 

હૉર્ન વગાડ્યા વિના આ ભાઈએ કરી ૧૫,૦૦૦ કિલોમીટરની સફર

હૉર્ન વગાડ્યા વગર પૂરી કરી 15,000 કિલોમીટરની સફર

તમે ગાડી ચલાવતા હો અને કોઈ કહે કે તમારે હૉર્ન વગાડ્યા વિના જ ડ્રાઇવિંગ કરવાનું છે તો ફાવે? બૅન્ગલોરમાં રહેતા ભારતી એથિનારાયણન નામના ભાઈએ ‘નો હૉર્ન ઓકે પ્લીઝ’નું અભિયાન શરૂ કર્યું છે. ૨૦૧૬માં તેણે આ કાર્ય શરૂ કર્યું હતું અને એ પછી તે કોઈ પણ ટ્રાફિક અને ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે ટૂ-વ્હીલર વાહનો પર ‘નો હૉર્ન પ્લીઝ’નું સ્ટિકર લગાવીને લોકોને નૉઇસ પૉલ્યુશન ઓછું કરવા સમજાવતો.

ત્યારથી અત્યાર સુધીમાં ભાઈ રામેશ્વરમ, કોઇમ્બતુર, કેરળ અને કોલાર જેવાં શહેરોમાં કાર લઈને જઈ આવ્યા છે અને આ તમામ મુસાફરીઓ હૉર્ન વગાડ્યા વિનાની છે.કર્ણાટકમાં અલગ-અલગ સંસ્થાઓ અને પોલીસ દ્વારા ધ્વનિપ્રદૂષણ ઘટાડવા માટે નો હૉર્ન પ્લીઝ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનુ ટ્વીટર થયું હેક, હેકરે પાક. વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો લગાવ્યો

જોકે ભારતી એથિનારાયણનો દાવો છે કે દરેક વ્યક્તિએ લોકોમાં જાગૃતિ લાવવાની સાથે જાતે પણ આ નિયમનું કડક પાલન કરવું જરૂરી છે. તેમના કહેવા મુજબ ત્રણ વર્ષમાં તેણે ૧૫,૦૦૦ કિલોમીટરથી વધુ ડ્રાઇવિંગ કર્યું છે પણ તેણે એક વાર પણ હૉર્ન નથી વગાડ્યો.

offbeat news hatke news gujarati mid-day