કાદવ-રેસઃ ૧૩ કિલોમીટર લાંબી રેસમાં બાવીસ અવરોધો

19 June, 2019 10:02 AM IST  | 

કાદવ-રેસઃ ૧૩ કિલોમીટર લાંબી રેસમાં બાવીસ અવરોધો

લોકોમાં કાદવમાં પડીને કઠિન રેસ પાર કરવાનો જુસ્સો જામ્યો

ફ્રાન્સમાં છેલ્લાં પાંચ વર્ષથી ‘ધ મડ ડે રેસ’ યોજાય છે. ૨૦૧૩માં પહેલી વાર અમૌરી સ્પોર્ટ્‍‍સ સંસ્થાએ એનું આયોજન કર્યું હતું ત્યારથી લોકોમાં કાદવમાં પડીને કઠિન રેસ પાર કરવાનો જુસ્સો જામ્યો છે. સામાન્ય રીતે આ રેસ ૧૩૨ એકરના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાય છે. એમાં સ્ટેપ બાય સ્ટેપ બાવીસ પ્રકારના અવરોધો પાર કરવાના હોય છે.

આ વર્ષે લગભગ ૧૫૦૦ સ્પર્ધકોએ એમાં ભાગ લીધો હતો અને ૩૦,૦૦૦થી વધુ દર્શકો આ રેસ માણવા આવ્યા હતા. તારની નીચે કીચડમાંથી મિલિટરી-વૉક કરવાની, ચોક્કસ અંતર ૧૨ કિલો વજનની બૅગ ઊંચકીને પાર કરવાનું, બારવાયર્સ દ્વારા બનેલી ઊબડખાબડ કાદવવાળી જગ્યાઓમાં ફસાયા વિના નીકળી જવું, બાવડાના સહારે રોપ પર લટકીને કાદવના ખાબોચિયાને પાર કરી જવું, ઊંચી અને સીધા ઢોળાવવાળી દીવાલ પર ચડી જવા જેવી કસોટી કરી નાખે એવી ચૅલેન્જિસ ઉઠાવીને આ રેસ પૂરી કરવાની હોય છે. આ રેસ પૂરી કરવા માટે ખાસ ફિઝિકલ ફિટનેસ હોવી બહુ જરૂરી છે. એ માટે એપ્રિલ મહિનાથી સ્પર્ધકો માટે ખાસ તાલીમના ક્લાસ પણ ચલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ચીનના સિચુઆનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપ; ૧૧નાં મોત, ૧૨૨ ઘાયલ

hatke news offbeat news gujarati mid-day