ઘરની ડિપોઝિટ ભરવા જોઈતા હતા પૈસા, વેચવા મુકી દીધી પોતાની જ કિડની

26 February, 2023 05:48 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

શહેરમાં ભાડે મકાન લેવું એ જાણે યુદ્ધ લડવા જેવું છે. કોઈને મકાન મળતું નથી અને મળે તો પણ મકાનમાલિકની માંગણી પૂરી કરતી વખતે તો વું લાગે કે જાણે કિડની વેચવી પડશે. આવા જ એક કેસમાં, વ્યક્તિએ પોતાની કિડની વેચવા મુખી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં મકાન માલિકે વ્યક્તિ પાસેથી સિક્યોરિટી ડિપોઝિટની માંગણી કરતા તેણે પોતાની કિડની વેચવા કાઢી છે.

એક ટ્વિટર યુઝર રામાયખે પોસ્ટ શૅર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘ડાબી કિડની વેચાણ માટે છે’. આ સાથે પોસ્ટર પર નાના અક્ષરોમાં લખવામાં આવ્યું છે, મકાનમાલિક સિક્યોરિટી ડિપોઝિટની માંગ કરી રહ્યા છે, તેના માટે નાણાંની જરૂર છે.’ જો કે પોસ્ટરમાં નીચે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે એક મજાક છે અને વ્યક્તિએ QR કોડ દ્વારા તેની પ્રોફાઇલ પણ શૅર કરી છે.

આ પોસ્ટ હવે ટ્વિટર પર વાયરલ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો તેને શૅર કરી રહ્યા છે અને સાથે જ જાતભાતની કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો - ઑસ્ટ્રેલિયન મહિલા જે કૂખથી જન્મી એ જ કૂખથી બાળકને આપશે જન્મ

કર્ણાટકમાં બેંગલુરુ શહેર ભાડાની દ્રષ્ટિએ ખૂબ મોંઘું બની રહ્યું છે. જ્યાં ઘર ભાડે આપવા માટે સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી ફરજિયાત છે અને તે પણ મોટી રકમ.

કિડની વેચવાની બાબતનું પોસ્ટર જોયા પછી એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘હું પણ ૧૦૦% આ કરી શકું છું અને માર્કેટિંગ ટૅક્નિક્સનો આશરો લઈ શકું છું.’

આ પણ વાંચો - બે લાખ કૉન્ડમથી બનાવ્યું પહાડ, તેની સામે મોડેલ્સે કર્યું રેમ્પ વૉક

આ પોસ્ટની નીચે કેટલાક લોકોએ બેંગલુરુમાં ઘર શોધવાના તેમના અનુભવો પણ જણાવ્યા છે. લોકોનું એ જ કહેવું છે કે, બેંગલુરુમાં ઘરના ભાડાં અતિશય મોંઘા થઈ ગયા છે.

offbeat news national news bengaluru social networking site