14 August, 2026 02:50 PM IST | Sultanpur | Gujarati Mid-day Correspondent
વાળ ખરતા હતા અને માથે ટાલ પડવા લાગી હતી એટલે ટીનેજરે સુસાઇડ કરી લીધું
ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં બુધવારે વાળ ખરવાની સમસ્યાને કારણે એક ટીનેજર છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના પિતાએ કહ્યું હતું કે વાળ ખરવાને કારણે માથામાં ટાલ પડી રહી હોવાથી દીકરી ખૂબ જ પરેશાન હતી. ૬ મહિનાથી એ માટે સારવાર પણ ચાલી રહી હતી. જોકે ફરક પડતો ન હોવાથી તે સતત માથે ટોપી પહેરી રાખતી હતી. સતત ફિટ કૅપ માથે પહેરવાથી તેને માથામાં ખૂબ દુખાવો થતો હતો. એમ છતાં તે પોતાના લુક બાબતે ખૂબ કૉન્શ્યસ હોવાથી ટોપી ઘરમાં પણ કાઢતી નહોતી.