રશિયાની રેતશિલ્પની સ્પર્ધામાં પહેલી વાર કોઈ ભારતીયે મેળવ્યો અવૉર્ડ

13 June, 2026 02:20 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં વિશ્વના ૧૨ સૅન્ડ-આર્ટિસ્ટોએ પ્રદર્શન કર્યું હતું

અહીં તેમણે ગ્લોબલ વૉર્મિંગની થીમ પર એક રેતશિલ્પ તૈયાર કર્યું હતું

ઓડિશાના પુરી બીચ પર રેતીમાંથી અનોખાં શિલ્પો બનાવવા માટે જાણીતા સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે તાજેતરમાં વિશ્વસ્તરે ભારતને ગૌરવ અપાવે એવું કામ કર્યું છે. તેમણે રશિયામાં ચાલી રહેલી ગ્રૅન્ડ સૅન્ડમાસ્ટર કપ-૨૦૨૬ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગ્લોબલ વૉર્મિંગની થીમ પર એક રેતશિલ્પ તૈયાર કર્યું હતું. આ મહોત્સવમાં ગુરુવારે સુદર્શન પટનાઈકની કૃતિને તમામ જ્યુરી મેમ્બરો દ્વારા સર્વસંમતિથી શ્રેષ્ઠ રેતકૃતિ જાહેર કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં વિશ્વના ૧૨ સૅન્ડ-આર્ટિસ્ટોએ પ્રદર્શન કર્યું હતું.

russia odisha puri offbeat news international news national news india