કન્ટેઇનર સાથે વાઇપર સાપ ભારતથી ઇંગ્લૅન્ડ પહોંચ્યો

24 October, 2021 01:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ઘટનાનો ઉલ્લેખ સાઉથ એસેક્સ વાઇલ્ડલાઇફ હૉસ્પિટલ દ્વારા ફેસબુક પર કરવામાં આવ્યો હતો

વાઇપર સાપ

ભારતથી વિદેશ જતાં કન્ટેનર્સમાં સામાન્યપણે નિકાસ કરવાની ચીજો ચકાસીને મૂકવામાં આવે છે, પણ ઘણી વખત અજાણી ચીજો પણ કન્ટેનરમાં પહોંચી જાય છે. જોકે આ ચીજો બિનહાનિકારક હોય તો ઝાઝો ફરક પડતો નથી, પરંતુ જો કોઈ જોખમી કે જીવલેણ ચીજ કન્ટેનરમાં ઘૂસી જાય તો સમસ્યા ગંભીર બની જાય છે. 

તાજેતરમાં ભારતથી ઇંગ્લૅન્ડ જવા રવાના થયેલા ખડકોના કન્ટેનરમાં વિશ્વનો સૌથી જીવલેણ સૉ-સ્કેલ્ડ વાઇપર ઇંગ્લૅન્ડ પહોંચ્યો હતો.

વાઇપર પર નજર પડતાં જ બ્રિટિશ ઍનિમલ હૉસ્પિટલના સ્ટાફને બોલાવાયો હતો, જેણે પૂરી સાવચેતીપૂર્વક વાઇપરને હૅન્ડલ કરી એક બૉક્સમાં મૂકીને બૉક્સ સીલ કરી દીધું હતું. આ ઘટનાનો ઉલ્લેખ સાઉથ એસેક્સ વાઇલ્ડલાઇફ હૉસ્પિટલ દ્વારા ફેસબુક પર કરવામાં આવ્યો હતો.

ફેસબુક પોસ્ટમાં હૉસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે તેમને ભારતથી આવેલા કન્ટેનરમાં સાપ જોવા મળ્યો હોવાનો ફોન આવતાં તેઓ પહોંચ્યા હતા અને તેમને  સાપ ઇંગ્લૅન્ડનો ન હોવાનું તેમ જ ભારે ઘાતક હોવાનું સમજાયું હતું. વાઇપર કાર્પેટ સ્નૅક તરીકે પણ ઓળખાય છે. હૉસ્પિટલના સ્થાપક અને મૅનેજરે જણાવ્યું હતું કે કન્ટેનર ખોલીને સાપને જોનારાઓ તેના દંશનો ભોગ ન બન્યા એ ઘણું નસીબવંતું છે. 

offbeat news national news new delhi england