10 August, 2026 06:07 PM IST | Aurangabad | Gujarati Mid-day Correspondent
મહિલાએ ફ્લાવર સમારતી વખતે એમાંથી સાપોલિયું નીકળી આવ્યું
વરસાદની સીઝનમાં શાકભાજી બરાબર સાફ કરીને ખાવાં જોઈએ એવું કેમ કહેવાય છે એનો તાજો કિસ્સો ઔરંગાબાદમાં બન્યો છે. કુંદન પાઠક નામના ભાઈ શનિવારે માર્કેટમાંથી ફ્લાવર ખરીદીને લાવ્યા હતા. રાતે ખીચડી બનાવવાની તૈયારી હતી અને એમાં થોડુંક ફ્લાવર નાખવા માટે જ્યારે તેમની પત્નીએ ફ્લાવર કાપ્યું તો એમાંથી સાપનું એક બચ્ચું બહાર નીકળતાં મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી. ફ્લાવરમાંથી ઇયળો નીકળે છે એ તો જાણતા હતા, પરંતુ સાપોલિયું નીકળે એ તો ડરામણું કહેવાય.