✕

રાજકોટમાં રંગોળીમાં જોવા મળ્યાં ગુજરાતી થાળી અને પૈસાનું ઝાડ

09 November, 2026 09:48 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

3D રંગોળી હોવાથી થાળીમાં ખરેખર વાનગીઓ મૂકેલી હોય એવું લાગતું હતું. રંગીલું સિટી રાજકોટ નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આ રંગોળીઓ પોસ્ટ કરવામાં આવી છે.

રાજકોટમાં રંગોળી

લોકો અવારનવાર કહેતા હોય છે કે પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા, પરંતુ રાજકોટમાં રિંગ રોડ પર યોજાતા રંગોળી કાર્નિવલમાં આ વર્ષે કેટલાક કલાકારોએ પૈસાના વૃક્ષની રંગોળી બનાવી હતી. એમાં રિયલ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે બીજી પણ એક રંગોળી વાઇરલ થઈ હતી. એમાં જસદણના એક કલાકારે ગુજરાતી થાળીની રંગોળી બનાવી છે. આ 3D રંગોળી હોવાથી થાળીમાં ખરેખર વાનગીઓ મૂકેલી હોય એવું લાગતું હતું. રંગીલું સિટી રાજકોટ નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આ રંગોળીઓ પોસ્ટ કરવામાં આવી છે.

offbeat news rajkot diwali festivals gujarat news gujarat national news