PUBG લવર્સ માટે સારા સમાચાર, આ દિવસે લોન્ચ થશે સિઝન 7

12 May, 2019 08:09 PM IST  | 

PUBG લવર્સ માટે સારા સમાચાર, આ દિવસે લોન્ચ થશે સિઝન 7

ટૂંક સમયમાં જ થશે સીઝન 7 લોન્ચ

ઓનલાઈન ગેમલવર્સ ખાસ કરીને પબજી લવર્સ માટે સારા સમાચાર છે. પબજીની છઠ્ઠી સીઝન ચાલી રહી છે જે સમાપ્ત થવાની તૈયારી છે. છઠ્ઠી સીઝનના અંતની સાથે સાતમી સીઝનની શરુઆત થવાની તૈયારી છે અને ગેમર્સ સીઝન 7ના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પબજી મોબાઈલની સીઝન 7ની માહિતી લોન્ચ થવા પહેલા જ લીક થઈ છે જેના કારણે પ્લેયર્સવે આ સીઝન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

17 મેથી 7મી સીઝન રમી શકાશે

મળતી માહિતીઓ અનુસાર નવા સીઝનમાં નવા રોયલ પાસ, સારા હથિયાર અને સારા આઉટફિટ મળશે. રિપોર્ટ્સ અનુસાર પબજી 16 મેના દિવસે સર્વર ડાઉન કરવા જઈ રહ્યું છે કારણ કે 0.12.5 અપડેટ એટલે કે સાતમી સીઝન અપડેટ કરવામાં આવશે. 17 મેથી પ્લેયર્સ સાતમી સીઝન રમી શકશે અને રજીસ્ટ્રેશન 18 મેથી શરુ થઈ જશે.

આ પણ વાંચો: જાણો કેમ મનાવાય છે 11મેના દિવસે ટેક્નોલોજી ડે

મળતી માહિતી અનુસાર,પબજી મોબાઈલ સીઝન 7 રોયલ પાસ માટે 600UC અને એલીટ માટે 1800UC ખર્ચ કરવાના રહેશે. જો કોઈ પ્લેયર અપગ્રેડ ખરીદે છે તો તેને 100PR પોઈન્ટ મળશે. નવા ડ્રેસ માટે પ્લેયર્સને રોયલ પાસના લેવલ 100 સુધી પહોચવું જરુરી છે.

hatke news offbeat news