જાણો કેમ મનાવાય છે 11મેના દિવસે ટેક્નોલોજી ડે

Published: May 11, 2019, 20:17 IST

ટેક્નોલોજીના કારણે જ આપશે એકબીજા સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોડાઈ શક્યા છીએ પણ શું તમને ખબર છે 11મેના દિવસને ટેક્નોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને કેમ ઉજવવામાં આવે છે ?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં દિન પ્રતિદિન ટેક્નોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે જેના કારણે આપણા જીવનમાં સતત બદલાવ આવી રહ્યા છે. ટેક્નોલોજીના કારણે જ આપશે એકબીજા સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોડાઈ શક્યા છીએ પણ શું તમને ખબર છે 11મેના દિવસને ટેક્નોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને કેમ ઉજવવામાં આવે છે ?

11મે 1998થી ભારતમાં નેશનલ ટેક્નોલોજી ડે મનાવવામાં આવે છે. 11 મે 1998ના દિવસે ભારતમાં ઓપરેશન શક્તિના 5 સફળ પરીક્ષણ કરવામાં આવ્યા હતા જેમા પરણાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓપરેશન શક્તિના સફળ પરીક્ષણ સાથે ભારત દુનિયાના એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયો જેની પાસે પરમાણુ મિસાઈલથી અટેક કરવાની ક્ષમતા હોય જેની પર હાલમાં જ મૂવી 'પરમાણુ' બનાવવામાં આવ્યું હતું. ભારતે અમેરિકન સેટેલાઈટની નાક નીચે પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જેને ભારત માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવી હતી જેના કારણે ભારતમાં આ દિવસને 'નેશનલટેક્નોલોજી ડે' તરીકે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો: જો તમારી પાસે છે આ ફોન, તો 31 ડિસેમ્બરથી નહીં વાપરી શકો WhatsApp


શું છે ટેક્નોલોજી ડેની ખાસિયત?

11મેના દિવસે પરમાણુ પરીક્ષણની સાથે સાથે પહેલા સ્વેદશી એરક્રાફ્ટનું સફળ પરીક્ષણ પણ આ જ દિવસે બેંગ્લોરમાં કર્યું હતું જેને હંસા-3ના નામે ઓળખવામાં આવે છે. આ એક એવુ ટૂ-સીટર વિમાન છે જેને ટ્રેનિંગ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ જ દિવસે ભારતની એ સમયની સૌથી તાકાતવર મિસાઈલ ત્રિશુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ જ દિવસે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનો ઉપયોગ શોર્ટ રેન્જ માટે કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK