13 December, 2024 09:30 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આ છે એ રંગોળી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ નિમિત્તે પ્રયાગરાજની સુધરાઈ દ્વારા દુનિયાની સૌથી મોટી રંગોળી બનાવડાવવામાં આવી છે જે સ્વચ્છતાની થીમ પર આધારિત છે. આ રંગોળી દ્વારા સ્વચ્છ મહાકુંભ અને સ્વચ્છ પ્રયાગરાજનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ઇન્દોરથી આવેલા પચાસ કલાકારોની ટીમે ૪ દિવસમાં આ રંગોળી બનાવી છે. પંચાવન હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં ૧૧ ટન રંગનો ઉપયોગ કરીને આ રંગોળી બનાવવામાં આવી છે.