કૅન્સર પીડિત મહિલાને ડૉક્ટરોએ કાંડા પાસેની ચામડીથી નવી જીભ બનાવી આપી

09 December, 2019 10:39 AM IST  |  England

કૅન્સર પીડિત મહિલાને ડૉક્ટરોએ કાંડા પાસેની ચામડીથી નવી જીભ બનાવી આપી

કાંડા પાસેની ચામડીથી નવી જીભ બનાવી આપી

ઇંગ્લૅન્ડમાં રહેતી બે બાળકોની માતા સ્ટીફની વિગલ્સવર્થને સ્ક્વૉમસ સેલ કાર્સિનોમા નામનું જીભનું કૅન્સર થયું હતું. એ કૅન્સરમાં તેની જીભનો અસરગ્રસ્ત ભાગ કાપી નાખવો પડ્યો હતો. જ્યારે નિદાન થયું ત્યારે પહેલી વખત જીભ લૂલી થઈ ગઈ હોય એવું સ્ટીફનીને લાગ્યું અને ત્યાર પછી ડૉક્ટર પાસે ગઈ હતી.

કૅન્સરને કારણે તે ખાવા-પીવા અને બોલવામાં મુશ્કેલી અનુભવતી હતી. છેલ્લે તો તેણે માત્ર લખીને જ વાતચીત કરવી પડતી હતી. જોકે ડૉક્ટરોએ જૂની જીભની જગ્યાએ એના કાંડા પાસેની ચામડી કાઢીને નવી જીભ બનાવી આપી હતી. ૩૬ વર્ષની સ્ટીફનીની જીભ ટ્રાન્સપ્લાન્ટ કરવાની શસ્ત્રક્રિયા ૯ કલાક ચાલી હતી જે કૅમ્બ્રિજની વિશ્વવિખ્યાત ઍડનબ્રુક હૉસ્પિટલમાં કરવામાં આવી હતી. એ ટ્રાન્સપ્લાન્ટ માટે કાંડાની ૩X૩ ઇંચ જેટલી ચામડી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો : ઍન્ગ્રી બર્ડ જેવું દેખાતું નર-માદા બન્નેના અંગો ધરાવતું પંખી મળી આવ્યું

હવે સ્ટીફની વિગલ્સવર્થને કૅન્સર મટી ગયું છે. એ ફીડિંગ ટ્યુબ વડે આહાર લે છે, પરંતુ હવે તે ચા પી શકે છે અને એનો તેને સૌથી વધારે આનંદ છે. જીભના ટ્રાન્સપ્લાન્ટ પછી લાંબા વખત સુધી સ્ટીફની બોલી શકતી નહોતી અને ફક્ત લખીને વાતચીત કરતી હતી. સર્જરીના ૧૨ દિવસ પછી તે એના પતિ ગૅરી સાથે સહેજ અવાજ કરીને વાત કરી શકતી હતી.

england offbeat news hatke news