ઍન્ગ્રી બર્ડ જેવું દેખાતું નર-માદા બન્નેના અંગો ધરાવતું પંખી મળી આવ્યું

Published: Dec 09, 2019, 09:38 IST | Texas

એક તરફથી જુઓ તો તે નરની જેમ મૂછ ધરાવતો હોય અને બીજી તરફથી તે લાંબી ચોટલી અને ઓઢણી પહેરીને નારી જેવો દેખાતો હોય.

ઍન્ગ્રી બર્ડ
ઍન્ગ્રી બર્ડ

આપણે ત્યાં એકાંગી નાટકોમાં એક જ કલાકાર નર-માદા બન્નેનાં સ્વરૂપ લઈને અભિનય કરતા હોય છે. એક તરફથી જુઓ તો તે નરની જેમ મૂછ ધરાવતો હોય અને બીજી તરફથી તે લાંબી ચોટલી અને ઓઢણી પહેરીને નારી જેવો દેખાતો હોય. જોકે નાટકની આવી પરિકલ્પના અમેરિકાના સેન્ટ્રલ ટેક્સસ રાજ્યમાં મળી આવેલા નૉર્ધર્ન કાર્ડિનલ જાતિના પંખીમાં જોવા મળી છે. એનો લુક એકદમ ઍન્ગ્રી બર્ડ ગેમમાં જોવા મળતા પંખી જેવો છે. એના અડધા શરીરમાં નર અને અડધા શરીરમાં માદાનાં અંગ છે. પક્ષીઓની એ શારીરિક સ્થિતિને બાઇલેટરલ ગાયનાન્ડ્રોમોર્ફિઝમ કહેવાય છે. એ સ્થિતિમાં પક્ષીને વૃષણ અને અંડાશય બન્ને હોય છે. સંપૂર્ણ નર નોર્ધર્ન કાર્ડિનલ પક્ષી ઘેરા લાલ રંગનું અને માદા પક્ષી તાંબા જેવા હળવા રંગનું હોય છે. મોસમી વિહાર કરતાં પક્ષીઓ દર શિયાળામાં એમના ખોરાકના જાણીતા ઠેકાણે પહોંચી જાય છે. મુખ્યત્વે દક્ષિણ અમેરિકા ઉપરાંત પૂર્વ અમેરિકા, પૂર્વ કૅનેડામાં આ પક્ષીઓ હોય છે.

આ પણ વાંચો : ડૉક્ટરોએ પગની આંગળી કાપીને નવો અંગૂઠો બનાવી આપ્યો

નર અને માદા બન્નેનાં અંગો ધરાવતા નૉર્ધર્ન કાર્ડિનલ પક્ષીની તસવીર ઇનલૅન્ડ બર્ડ બેન્ડિંગ અસોસિએશન (આઇબીબીએ)ના ફેસબુક-પેજ પર નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પોસ્ટ કરવામાં આવી ત્યારે ૬૮૦૦ લોકોએ કમેન્ટ્સ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK