બાલ્કની તૂટી, પણ બે યુવતીઓને નસીબે બચાવી

28 April, 2021 11:25 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયાના ઇઝવેસ્ક નામના શહેરમાંનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં બે યુવતીઓના ચમત્કારિક બચાવની ક્ષણ ઝડપાઈ છે.

બાલ્કનીનો સ્લૅબ તૂટીને નીચે પડ્યો

રશિયાના ઇઝવેસ્ક નામના શહેરમાંનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં બે યુવતીઓના ચમત્કારિક બચાવની ક્ષણ ઝડપાઈ છે. આ બન્ને યુવતીઓ જ્યારે પાંચ માળના એક અપાર્ટમેન્ટમાં પ્રવેશી રહી હતી ત્યારે જ એક બાલ્કનીનો સ્લૅબ તૂટીને નીચે પડ્યો હતો. સહેજ માટે આ બન્ને યુવતીઓ બચી ગઈ હતી. યુવતીઓએ સ્લૅબને નીચે પોતાની તરફ આવતો જોયો હતો અને તરત અપાર્ટમેન્ટનાં બે-ત્રણ પગથિયાં નીચે ઊતરી ગઈ હતી. બરાબર પોતાની ઉપર જ સ્લૅબ તૂટીને પડે અને પોતે બચી જાય એ શૉકિંગ ક્ષણોને તેઓ જિંદગીભર નહીં ભૂલે.

offbeat news hatke news russia international news