થાઇલૅન્ડમાં આ ભાઈ ફરે છે રિયલ લાઇફ પ્રીડેટર બનીને

21 July, 2019 08:40 AM IST  |  થાઈલેન્ડ

થાઇલૅન્ડમાં આ ભાઈ ફરે છે રિયલ લાઇફ પ્રીડેટર બનીને

થાઇલૅન્ડમાં આ ભાઈ ફરે છે રિયલ લાઇફ પ્રીડેટર બનીને

અમેરિકન સાયન્સ ફિક્શન ઍક્શન ફિલ્મ ધ પ્રીડેટરમાં એક એલિયન માણસોની શોધમાં અતિવિચિત્ર લુક સાથે ફરતો જોવા મળે છે. આ ભાઈ ફિલ્મના આ પાત્રના જબરા ફૅન છે. તેણે પ્રીડેટર થીમવાળું બાઇક જાતે બનાવડાવ્યું છે જે એલિયન્સનું વાહન હોય એવું લાગે છે. ભાઈ પોતે પણ એલિયનથી કમ નથી. થાઇલૅન્ડના મુકદહન પ્રાંતમાં રહેતા આ ભાઈ છેલ્લા એક મહિનાથી સ્થાનિકોમાં જોણું બની ગયા છે. તે અવારનવાર પ્રીડેટરના પરગ્રહવાસીના રૂપમાં પોતાની વિચિત્ર બાઇક લઈને રસ્તાઓ પર નીકળી પડે છે. ક્યારેક તો પોલીસ પણ તેમને રોકીને પૂછતાછ કરી લે છે.

 સમાઈ ખામોન્ગકુલ નામના આ ભાઈ થાઇલૅન્ડની લાર્જેસ્ટ પ્રાઇવેટ કંપનીમાં મૅનેજર તરીકે કામ કરે છે અને વીકએન્ડ અને નવરાશના સમયમાં પ્રીડેટરના કૉસ્ચ્યુમમાં ફરવા નીકળી પડે છે. આમ તો છેલ્લાં દસેક વર્ષથી ભાઈને પ્રીડેટર સિરીઝની ફિલ્મો માટે રસ જાગ્યો હતો, પરંતુ તેમણે છ વર્ષ પહેલાં જ પોતાનો કૉસ્ચ્યુમ અને કસ્ટમાઇઝ્ડ બાઇક બનાવ્યું છે. ડરી જવાય એવા લુક સાથે ફરતા સમાઈભાઈનું કહેવું છે કે તેઓ બાળકોને સંદેશો આપવા માગે છે કે હંમેશાં ભણવામાં અવ્વલ હોવું જ જરૂરી નથી. તમે કોઈ પણ પસંદગીની દિશામાં ઊંડાં ઊતરો તો લોકો તમને યાદ રાખે એવું બને જ છે.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

આ ભાઈ પ્રીડેટર થીમની બાઇક બનાવી પણ આપે છે. રબર, કપડાં, ફોમ અને ખાસ મેટલ વાપરીને ૪૦-૫૦ દિવસમાં તેઓ કસ્ટમાઇઝ્ડ બાઇક બનાવી આપે છે. પ્રીડેટર ફૅન્સ ફેસબુક પર તેનાં ક્રીએશન્સ જોઈને ઑર્ડર આપે છે અને લગભગ ૫૫,૦૦૦ બાથમાં બની જાય છે અને તે ડબલ ભાવમાં વેચે છે.

hatke news thailand offbeat news