આ છ વર્ષનો છોકરો મોંથી કશું જ ખાઈ શકતો નથીઃ દુનિયાનો એક માત્ર કેસ

16 August, 2019 08:23 AM IST  |  ઓહાયો

આ છ વર્ષનો છોકરો મોંથી કશું જ ખાઈ શકતો નથીઃ દુનિયાનો એક માત્ર કેસ

આ છ વર્ષનો છોકરો મોંથી કશું જ ખાઈ શકતો નથી

અમેરિકાના ઓહાયોમાં રહેતો કોહેન બ્રામ્લી અત્યંત રૅર બીમારીથી પીડાય છે. પહેલી વાર ચાર મહિનાની ઉંમરે તેને બહારનું ખાવાનું આપવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી હતી કે તે ગળા નીચે કશું ઉતારી જ નથી શકતો. એનું કારણ તેની પોતાની જ ઇમ્યુન સિસ્ટમ છે. અંદરના અવયવો સ્વસ્થ હોવા છતાં જિનેટિક મ્યુટેશનને કારણે તે કંઈ પણ ખાય તો તરત જ વૉમિટ થઈને બહાર આવી જાય છે. આ પ્રકારની રૅર બીમારી ધરાવતો આ સૌપ્રથમ કેસ છે. આવું કેમ થાય છે એનું યોગ્ય નિદાન પણ હજી થઈ શક્યું નથી. એને કારણે તે સાવ નવજાત અવસ્થામાં હતો ત્યારે તેને છાતીમાં ફીડિંગ ટ્યુબ નાખીને પોષણ પૂરું પાડવામાં આવે છે.

આ પણ જુઓઃ RakshaBandhan 2019: આપણા સિતારાઓએ આવી રીતે ઉજવ્યું આ પવિત્ર પર્વ

મેડિકલ હિસ્ટરીમાં આ પ્રકારની સમસ્યા ધરાવતો બીજો કોઈ કેસ નોંધાયો નથી એને કારણે સારવારમાં કેવીરીતે આગળ વધવું એ પણ ડૉક્ટરો માટે ટ્રાયલ અને એરર જેવું છે. અમેરિકન નિષ્ણાતોનું માનવું છે કે જો બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો એનાથી ઇમ્યુન સિસ્ટમાં જે ખોટું કોડિંગ થઈ ગયું છે એમાં કંઈક બદલાવ આવી શકે છે. હવે ટૂંક સમયમાં તેની બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થશે. બાકી, છ વર્ષનો થવા છતાં આ બાળક ભોજનનો એક દાણો પણ ખાઈ શક્યો નથી. ફીડિંગ ટ્યુબથી તેને જરૂરી પોષણ મળી રહે છે કેમ કે તેની બાકીની ડાયજેસ્ટિવ સિસ્ટમ બરાબર છે. તેને રોજ દિવસમાં એક વાર ફીડિંગ ટ્યુબથી ખાવાનું અપાય છે અને બાકી ન્યુટ્રિશનની કમી ઇન્ટ્રાવિનસ ઇન્જેકશન્સ દ્વારા અપાય છે.

hatke news offbeat news