70 વર્ષ જૂની આ પેઇન્ટિંગ 24 કરોડ રૂપિયામાં વેચાઈ

24 January, 2020 07:49 AM IST  |  London

70 વર્ષ જૂની આ પેઇન્ટિંગ 24 કરોડ રૂપિયામાં વેચાઈ

70 વર્ષ જૂની પેઇન્ટિંગ

લંડનના ક્રિસ્ટી ઑક્શન હાઉસમાં મંગળવારે સાંજે બ્રિટિશ કલાકાર એલ. એસ. લોરીએ ૧૯૪૩માં બનાવેલું હૅપી પેઇન્ટિંગ ૨૪ કરોડ રૂપિયામાં વેચાયું. પેઇન્ટિંગનું ટાઇટલ છે, ધ મિલ. આ પેઇન્ટિંગમાં ઇંગ્લૅન્ડના એક ઔદ્યોગિક વિસ્તારને તાદૃશ્ય કરતાં જીવનની વયસ્તતા પ્રદર્શિત કરવામાં આવી છે. પેઇન્ટિંગ જોતાં એમાં શનિવાર-રવિવારની દિનચર્યા દર્શાવવામાં આવી હોય એવું જણાય છે, કેમ કે એમાં બાળકો સ્કૂલ જતાં કે લોકો ઑફિસ જતા જોવા નથી મળતા. પહેલાં આ પેઇન્ટિંગ ખોવાઈ ગયું હોવાનું મનાતું હતું, પણ કોઈકે એને શોધી કાઢ્યું હતું.

આ પણ વાંચો : ગ્રૅમી અવૉર્ડ મળે તો એ લેવા અમે ફક્ત અન્ડરવેર પહેરીને સ્ટેજ પર જઈશું

મીડિયા-રિપોર્ટ્સ મુજબ લોરીએ પેઇન્ટિંગ શરૂ કર્યું તે સમય દરમ્યાનની આ કૃતિ ડીએનએ રિસર્ચના અગ્રણી ડૉક્ટર લિયોનાર્ડ ડી હૅમિલ્ટને ખરીદ્યું હતું, જેઓ એને પોતાની સાથે અમેરિકા લઈ ગયા હોવાથી કલાજગતમાં પેઇન્ટિંગ ખોવાયાનું મનાતું હતું. ગયા વર્ષે તેમના મૃત્યુ બાદ આ પેઇન્ટિંગ ફરી ચર્ચામાં આવ્યું હતું.

london offbeat news hatke news