ગ્રૅમી અવૉર્ડ મળે તો એ લેવા અમે ફક્ત અન્ડરવેર પહેરીને સ્ટેજ પર જઈશું

Published: Jan 24, 2020, 07:49 IST

‘સેનોરિટા’ નામે મશહૂર ગાયક બેલડી કૅમિલા કાબેલો અને શૉન મેન્ડિસ આ વખતે મ્યુઝિકનો ટૉપમોસ્ટ ગણાતો ગ્રૅમી અવૉર્ડ મેળવવાની અપેક્ષા રાખે છે.

કૅમિલા કાબેલો અને શૉન મેન્ડિસ
કૅમિલા કાબેલો અને શૉન મેન્ડિસ

‘સેનોરિટા’ નામે મશહૂર ગાયક બેલડી કૅમિલા કાબેલો અને શૉન મેન્ડિસ આ વખતે મ્યુઝિકનો ટૉપમોસ્ટ ગણાતો ગ્રૅમી અવૉર્ડ મેળવવાની અપેક્ષા રાખે છે. જો અવૉર્ડ મળે તો ૨૬ જાન્યુઆરીએ યોજાનારા ગ્રૅમી-૨૦૨૦ના સમારંભના મંચ પર ફક્ત અન્ડરવેર પહેરીને જવાની જાહેરાત કૅમિલા કાબેલોએ કરી છે. ત્રણ વર્ષ પહેલાં ગ્રૅમી વિજેતા ટ્વેન્ટી વન પાઇલટ્સ બૅન્ડની ગાયક-બેલડી ટાઇલર જોસેફ અને જોશ ડુન અવૉર્ડ લેવા માટે સ્ટેજ પર શરીર પર ફક્ત અન્ડરવેર ધારણ કરીને ગયા હતા. ‘સેનોરિટા’ની ગાયક બેલડી ‘ટ્વેન્ટી વન પાઇલટ્સ’ની ચાહક-પ્રશંસક મનાય છે.

આ પણ વાંચો : મેરઠમાં બનશે પ્રાણીઓ માટેનું દેશનું પહેલું વૉર મેમોરિયલ

કૅમિલા કાબેલોએ જણાવ્યું હતું કે ‘હું મજાક કરતી નથી. અમને ગ્રૅમી અવૉર્ડ મળે તો બન્ને સાથે શરીર પર ફક્ત અન્ડરવેર સાથે સ્ટેજ પર જઈશું. શૉન મેન્ડિસ સાથે આ બહુમાન મેળવવાનો અવસર મારે માટે સ્પેશ્યલ બનશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK