110 વર્ષના આ પૂજારીએ કોવિડને મહાત આપી

15 May, 2021 11:06 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

હિમાલયના કેસરામાં આવેલા એક આશ્રમના ૧૧૦ વર્ષના પૂજારી રામનંદા તીર્થ તેલંગણની ગાંધી હૉસ્પિટલમાંથી કોવિડને હરાવનારા દેશના સૌથી વરિષ્ઠ નાગરિક બન્યા છે.

પૂજારી રામનંદા તીર્થ

હિમાલયના કેસરામાં આવેલા એક આશ્રમના ૧૧૦ વર્ષના પૂજારી રામનંદા તીર્થ તેલંગણની ગાંધી હૉસ્પિટલમાંથી કોવિડને હરાવનારા દેશના સૌથી વરિષ્ઠ નાગરિક બન્યા છે. તેમના પહેલાં પી. વિજયાલક્ષ્મી નામનાં ૯૪ વર્ષાં મહિલા આ જ હૉસ્પિટલમાંથી કોવિડને મહાત આપી ચૂક્યાં છે. હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ એમ. રાજારામે આ વાતનું સમર્થન કરતાં કહ્યું હતું કે કોવિડ-19નાં સાધારણ લક્ષણો જણાતાં તેમને ૨૪ એપ્રિલે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ હૉસ્પિટલમાં તેઓ આ અગાઉ કેટલાંક વર્ષ પહેલાં તેમના પગની સર્જરી કરાવવા દાખલ થયા હતા. કોવિડનાં સામાન્ય લક્ષણોને મહાત આપ્યા બાદ હવે તેમને હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે તથા હાલમાં તેમને ‍નૉન-ઑક્સિજન બેડ પર ખસેડવામાં આવ્યા છે.

offbeat news hatke news coronavirus covid19