મોદીની તસવીર સાથે ચેડાં કરનારને મળી એવી સજા કે.....

07 November, 2019 11:09 AM IST  |  Kanyakumari

મોદીની તસવીર સાથે ચેડાં કરનારને મળી એવી સજા કે.....

વડાપ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે છેડછાડ કરીને એને સોશ્યલ મીડિયા પર મૂકવાનું તામિલનાડુની એક વ્યક્તિને ભારે પડી ગયું છે.આ તસવીર પોસ્ટ કર્યાના એક મહિના બાદ તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાના રહેવાસી જબીન ચાર્લ્સને એક વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહેવાનો વારો આવ્યો છે. એ માટે જબીને હાઈ કોર્ટમાં એક સોગંદનામું પણ રજૂ કરવું પડ્યું છે.
તેણે આગોતરા જામીન લેવા માટે હાઈ કોર્ટને લખી આપ્યું હતું કે આગામી એક વર્ષ સુધી હું સોશ્યલ મીડિયાથી દૂર રહીશ. જજે કહ્યું હતું કે જો જબીન સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેના જામીન રદ કરી દેવામાં આવશે.

આ પણ જુઓઃ બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

જબીને એક મહિના પહેલાં પીએમ મોદીની તસવીર પોસ્ટ કરી એ વખતે બીજેપીના પદાધિકારી નાંજિલ રાજાએ તેની સામે ફરિયાદ કરી હતી અને આ મામલો હાઈ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જબીન ચાર્લ્સે કહ્યું કે પબ્લિક ફોરમ પર અભિપ્રાય મૂકવો એ કોઈ ગુનો નથી ગણાતો. જોકે તેણે તસવીર પર ખેદ વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘પીએમ મોદીનો ફોટો પોસ્ટ કર્યા બાદ મને લાગ્યું હતું કે આ રીતે પીએમનું અપમાન કરવું યોગ્ય નથી એટલે મેં આ પોસ્ટ બ્લૉક કરી દીધી હતી. હું સ્થાનિક પેપરમાં આને માટે માફી માગવા પણ તૈયાર છું.’

narendra modi offbeat news hatke news