ખાટલાની પાટીમાં જ વણી લીધું, ‘દેશ જીતેગા, કોરોના હારેગા’

15 June, 2021 11:08 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના જોધપુરમાં એક ભાઈએ કોવિડ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા ‘દેશ જીતેગા – કોરોના હારેગા’ અને ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ જેવા કોવિડ પ્રોટોકોલના સંદેશા લખેલા ખાટલા તૈયાર કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના જોધપુરમાં એક ભાઈએ કોવિડ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા ‘દેશ જીતેગા – કોરોના હારેગા’  અને  ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ જેવા કોવિડ પ્રોટોકોલના સંદેશા લખેલા ખાટલા તૈયાર કર્યા છે. શ્રવણ નામના આ માણસનું કહેવું છે કે આ સંદેશ ધરાવતા ખાટલા બનાવવા પાછળનો મૂળ હેતુ એ છે કે જે વ્યક્તિ જ્યારે પણ ખાટલાનો ઉપયોગ કરે ત્યારે તે કોવિડ-19 સામેની લડતને યાદ રાખીને પ્રોટોકોલનું પાલન કરે. શ્રવણ લાંબા સમયથી ખાટલા બનાવવાનું કામ કરે છે. જોકે આ વખતે તેણે સામાજિક જાગૃતિ લાવવા માટે ખાટલા પર કોવિડ વિશેના સંદેશા લખવાનો વિચાર કર્યો હતો.

offbeat news hatke news rajasthan jodhpur coronavirus covid19