આ ભાઈએ ઘરની બાલ્કનીમાંથી મેડ ઇન ચાઇના ટીવી ફેંકી દીધું

20 June, 2020 08:06 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

આ ભાઈએ ઘરની બાલ્કનીમાંથી મેડ ઇન ચાઇના ટીવી ફેંકી દીધું

બાલ્કનીમાંથી ચાઈના ટીવી ફેંદી દીધી

લદાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી દેશમાં લોકોનો ચીન પ્રત્યેનો રોષ અને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આર્થિક રીતે ચીનની કમર તોડવાના આશયથી દેશભરના લોકો ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ઠેર-ઠેર લોકો ચીનના ઝંડા, સામાન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસવીર અને પૂતળાં બાળી રહ્યા છે અને હવે ‘ચીની વસ્તુ બાય-બાય’ના નારા લગાવી રહ્યા છે. એવામાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે. લોકોનું કહેવું છે કે આને જ ખરો બહિષ્કાર કહેવાય.

વિડિયોમાં એક વ્યક્તિ તેના ઘરની બાલ્કનીમાંથી મેઇડ ઇન ચાઇના ટીવી નીચે ફેંકી દે છે. ઘટના સુરતના વરાછા રોડ પર આવેલી પંચરત્ન ગાર્ડન સોસાયટીની છે. આ સોસાયટીના રહેવાસીઓએ મળીને  ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે તેમ જ ચીન સામે રોષ વ્યક્ત કરવા માટે પત્રકારો સામે ચીનની બનાવટનું એલસીડી ટીવી પણ તોડી નાખ્યું હતું. સોસાયટીની બહાર એક નોટિસ ચોંટાડવામાં આવી છે, જેમાં આજથી તેઓ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરે છે એમ જણાવાયું છે. પ્રદર્શનકારીઓએ સરકારને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોની શહાદત વ્યર્થ નહીં જાય.

gujarat surat offbeat news hatke news