પેન્સિલની અણી પર ટચૂકડું શિવલિંગ

22 February, 2020 07:54 AM IST  |  Odisha

પેન્સિલની અણી પર ટચૂકડું શિવલિંગ

પેન્સિલની અણી પર શિવલિંગ

ગઈ કાલે મહાશિવરાત્રિના પર્વ પર ઓડિશાના મિનિએચર આર્ટિસ્ટ એલ. ઈશ્વર રાવે શિવલિંગની બે પ્રતિકૃતિ બનાવી છે. એક પેન્સિલનની અણી પર અને બીજી બૉટલની અંદર પથ્થરની છે. ૦.૫ ઇંચ ઊંચું શિવલિંગ પથ્થરમાંથી બન્યું છે અને ૦.૫ સેન્ટિમીટરનું શિવલિંગ પેન્સિલની અણી પર કોતર્યું છે.

આ પણ વાંચો : આ તો ભાઈ જબરી બાઈ! : એક જ મિનિટમાં 7 ફ્રાઇંગ પૅન્સ વાળી નાખ્યા

ઈશ્વર રાવ ભુવનેશ્વરથી ૨૦ કિલોમીટર દૂર જટણી ગામમાં રહે છે અને મિનિએચર કોતરણીઓ કરવામાં કુશળ છે. તેમના કહેવા મુજબ આ ખૂબ જ મુશ્કેલ કામ છે. પથ્થર પર કોતરણી કરતાં તેમને બે દિવસ લાગ્યા હતા અને પેન્સિલ પરની કોતરણી એક જ દિવસમાં તેમણે કરી હતી. ઈશ્વર રાવનું કહેવું છે કે આ કાર્યમાં એકાગ્રતા ઉપરાંત લાંબા સમયનો અભ્યાસ પણ જોઈએ. આ પહેલાં રાવે પેન્સિલની અણી પર આંબલીના બિયાથી વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી. ગયા વર્ષે ક્રિસમસ પછી તેમણે એક બૉટલની અંદર ચર્ચ બનાવ્યું હતું.

odisha offbeat news hatke news