તહેવારની ઝાકઝમાળ જળવાઈ રહે એ માટે લૅન્ડ રોવર કારને એલઈડી લાઇટ્સથી સજાવી

24 December, 2019 10:03 AM IST  |  London

તહેવારની ઝાકઝમાળ જળવાઈ રહે એ માટે લૅન્ડ રોવર કારને એલઈડી લાઇટ્સથી સજાવી

લૅન્ડ રોવર કારને એલઈડી લાઇટ્સથી સજાવી

તહેવારોની ખરી રોનક ત્યારે જ વર્તાય જ્યારે જાહેર માર્ગો અને મોટી ઇમારતો પર લાઇટોનો ઝગમગાટ અને અનોખી સજાવટ હોય. આપણે ત્યાં જેમ દિવાળીમાં શહેર ઝળહળી ઊઠે છે એમ વિદેશોમાં ક્રિસમસની મજા ચળકાટ સાથે ઊજવાય છે. જોકે લંડનના રેનેસ પાર્કમાં એક ડ્રાઇવરે હરતીફરતી કારને ક્રિસમસ સેલિબ્રેશનનો અદ્ભુત નમૂનો બનાવી દીધી છે. એક સર્વિસ સ્ટેશન પર કાળા રંગની લૅન્ડ રોવરને એલઈડી લાઇટ્સથી સજાવવામાં આવી હતી. તેના ડ્રાઇવરનું કહેવું હતું કે રોડ પર જતા અન્ય લોકોને તહેવારની ખુશી અનુભવાય એ માટે મેં કારને હજારો એલઈડી લાઇટ્સથી શણગારી છે.

આ પણ વાંચો : લાંબા વાળને કારણે 2 દિકરીઓની માતાને લગ્નનાં માગાં આવે છે

બ્રિટનમાં રસ્તા પર એલઈડી લાઇટ્સથી શણગારાયેલી આ એક જ કાર નથી, આ પહેલાં પણ આ પ્રકારે તહેવારમાં વાહનો સજાવવામાં આવ્યાં હતાં. સડસડાટ દોડતી જતી આવી ગાડીઓ ઘડીભર માટે કમ્યુટર્સના ચહેરા પર સ્મિત લાવી દે છે.

london offbeat news hatke news