છેલ્લા 30 વર્ષથી સ્ત્રીના વેશમાં રહે છે આ વ્યક્તિ, જાણો શું છે મજબૂરી?

02 November, 2019 04:34 PM IST  |  યૂપી

છેલ્લા 30 વર્ષથી સ્ત્રીના વેશમાં રહે છે આ વ્યક્તિ, જાણો શું છે મજબૂરી?

આ વ્યક્તિ 30 વર્ષથી રહે છે મહિલાના વેશમાં

મોત ભલે શાશ્વત સત્ય છે પરંતુ તેનો ડર તમામ લોકોનો હોય છે. ત્યારે તો સુહાગની સાડી, કાનમાં ઝુમકા, નાકમાં નથડી અને હાથમાં કંગન સાથે સોળે શણગાર સજી એક શખ્સ ત્રીસ વર્ષથઈ પોતાની જીવનની નૈયા ચલાવી રહ્યા છે. આ તેમની મજબૂરી છે. વિડંબના કહીએ કે સંજોગ કે કાંઈક બીજું કે પરિવારના 14 લોકોને ગુમાવનાપા આ શખ્સે અત્યારે પોતાનું રૂપ બદલી લીધું છે. મહિલાઓના લિબાસમાં રહીને જીવિકોપાર્જન કરતા આ શ્રમિકની પીડા સાંભળીને સૌ કોઈ દ્રવિત થઈ જાય છે.

સાડી પહેરીને કામ કરવું છે મજબૂરી
અમે વાત કરી રહ્યા છે જલાલપુર ક્ષેત્રના હૌજ ખાસના નિવાસી 66 વર્ષના વૃદ્ધ ચિંતાહરણ ચૌહાણ ઉર્ફ કરિયાની. જેમની જીવનગાથા કોઈ હોરર ફિલ્મ જેવી છે. માતા-પિતાએ 14 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા હતા. લગ્નના કેટલાક દિવસ બાદ જીવન સાથીએ છોડી દીધા. જે બાદ જીવિકોપાર્જન માટે 21 વર્ષની અવસ્થામાં ચિંતાહરણ ઈંટના ભઠ્ઠા પર કામ કરવા માટે કોલકાતાના પશ્ચિમ દિનાજપુરમાં ચાલ્યા ગયા.જ્યાં તેમણે એક બંગાળી યુવતી સાથે લગ્ન કર્યા અને ત્યારથી તેમના જીવનમાં સમસ્યા શરૂ થઈ.

પરિવારે કર્યો હતો વિરોધ
લગ્નની જાણ જ્યારે પરિવારને થઈ ત્યારે તેમણે તેમનો વિરોધ કર્યો. ત્યારે તેઓ પત્નીને છોડીને ભાગી ગયા. ત્યાં, બંગાળી પરિવારે ચિંતાહરણનો કોઈ પતો લાગ્યો. પતિના દગાથી વ્યથિત પત્નીએ આત્મહત્યા કરી લીધી. એક વર્ષ બાદ ચિંતાહરણ પાછા આવ્યા ત્યારે તેને આત્મહત્યાની ખબર પડી. જે બાદ તેઓ ઘરે પાછા આવી ગયા. કેટલાક દિવસો બાદ તેમના ત્રીજા લગ્ન થયા અને ત્યારથી જ સમસ્યાઓનો સિલસિલો શરૂ થઈ ગયો. લગ્નના કેટલાક દિવસ બાદ તેઓ ખુદ બિમાર પડી ગયા અને ઘરના સભ્યોના મરવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. તેમના ભાઈ, મોટા ભાઈ તેમની પત્ની અને બે પુત્ર, નાનો ભાઈ, ત્રીજી પત્ની અને ચાર પુત્રોની મોતનો સિલસિલો ચાલુ થઈ ગયો.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

સપનામાં આવતી હતી બંગાળી પત્ની
ચિંતાહરણ કહે છે કે તેના સપનામાં બંગાળી પત્ની આવતી હતી. જે સપનામાં જ તેના દગા પર ખૂબ જ રોતી હતી. પોતાના સ્વજનોનો મોતથી ચિંતાહરણ તૂટી ચુક્યા હતા. એક દિવસ સપનામાં બંગાળી પત્ની આવી તો તેને બક્ષી દેવા માટે કહયું. જે બાદ તેણે કહ્યું કે મને સોળ શણગાર સાથે પોતાની સાથે રાખો તો હું બધાને છોડી દઈશ. બસ ત્યારથી તેઓ 30 વર્ષથી સ્ત્રીના રૂપમાં જીવી રહ્યા છે. લોકો ભલે તેને અંધવિશ્વાસ કહે છે પરંતુ ચિંતાહરણને તેમાં પૂરો વિશ્વાસ છે કે નારી વેશ ધારણ કર્યા બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા છે. ઘરમાં મોતનો સિલસિલો પણ બંધ થઈ ગયો છે. તેમના બે પુત્રો છે જે તેમની સાથે જ મજૂરી કરે છે.

hatke news offbeat news