ચીની લેખક જિન યંગની નવલકથાઓના ચાહક યુવાનો પહાડોમાં ફરવા નીકળી પડે છે

10 November, 2019 07:58 AM IST  |  China

ચીની લેખક જિન યંગની નવલકથાઓના ચાહક યુવાનો પહાડોમાં ફરવા નીકળી પડે છે

આ ભાઈ બુક વાંચીને નિકળ્યા સફર પર....

ચીનમાં માર્શલ આર્ટ (વુક્સિયા)ની નવલકથાઓ અને ફિલ્મો બેહદ લોકપ્રિય છે. કેટલાક લોકો પુસ્તક વાંચી કે ફિલ્મો જોઈને સંતોષ અનુભવે છે અને કેટલાક લોકો તેમના કાલ્પનિક હીરોના માર્શલ આર્ટનાં એ સાહસોને જોવા-જાણવા અને જીવવા નીકળી પડે છે. ચીનના વુક્સિયા નવલકથાઓના લેખક જિન યંગ ઐતિહાસિક અને લોકપ્રિય મનાય છે.
જિન યંગની નવલકથાઓ ચીનમાં જ નહીં, વિશ્વમાં જાણીતી છે. એ નવલકથાઓનો અનુવાદ અનેક વિદેશી ભાષાઓમાં કરવામાં આવ્યો છે. જિન યંગની નવલકથાઓને આધારે ડઝનબંધ માર્શલ આર્ટ ફિલ્મો અને ટીવી-સિરિયલો બની છે. જિન યંગની નવલકથાઓથી જોશમાં આવીને અનેક યુવાનો તેમનું રોજિંદું જીવન છોડીને પહાડોની સાહસયાત્રાએ નીકળી પડે છે. જિન યંગની કથાઓનાં સાહસિક પાત્રો જેવું જીવન વિતાવવામાં તેમને મોજ પડે છે.

આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

ગયા માર્ચ મહિનામાં જિન યંગની નવલકથાઓનો એક ચાહક માર્શલ આર્ટ ખેલવા માટે પહાડોમાં નીકળી પડ્યો હતો. કદાચ આ પ્રકારનો એ પ્રથમ કિસ્સો હતો. શિયાઓહાઓ નામનો વીસેક વર્ષનો યુવાન બાળપણથી યંગની સાહસકથાઓનો જબરો ચાહક છે. તે પહાડોમાં એકાંતવાસમાં રહીને માર્શલ આર્ટની પ્રૅક્ટિસ કરીને ‘જનરેશનલ હીરો’ બનવા ઉત્સુક છે. ચીની વેબસાઇટ ‘શીહુ’ પર શિયાઓહાઓના માર્શલ આર્ટની પ્રૅક્ટિસ કરતા ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. આ એકલદોકલ કિસ્સો નથી. માર્ચ મહિનામાં માર્શલ આર્ટની પ્રૅક્ટિસ અને ટ્રેઇનિંગ માટે તાઈ અટક ધરાવતો યુવાન મહિનાઓ સુધી પહાડો અને જંગલોમાં નીકળી પડ્યો હતો.

hatke news offbeat news