પાનખર દિનના ટ્વીટને કારણે 100 વર્ષ જૂના સ્ટોરને ઢગલાબંધ ઑર્ડર મળ્યા

29 January, 2020 09:20 AM IST  |  England

પાનખર દિનના ટ્વીટને કારણે 100 વર્ષ જૂના સ્ટોરને ઢગલાબંધ ઑર્ડર મળ્યા

100 વર્ષ જૂનું બુક સ્ટોર

ગયા અઠવાડિયે ઇંગ્લૅન્ડના પીટર્સફીલ્ડ ખાતેના ઐતિહાસિક બુક-સ્ટોર પાસે કોઈ ગ્રાહક નહોતા. એ વખતે સ્ટોર તરફથી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ‘પાનખર દિન’ શીર્ષક સાથે પોસ્ટ મૂકવામાં આવી હતી. એ પોસ્ટમાં ગ્રાહકો વગરની ખાલીખમ દુકાન ‘પીટર્સફીલ્ડ સ્ટોર’ના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા. નીચે એમ પણ લખ્યું હતું કે ‘બહુ ઉદાસ દિવસ છે. એક પણ પુસ્તક વેચાયું નથી.’

આ પણ વાંચો : ડૉક્ટરે ટીનેજરના પેટમાંથી અડધો કિલો વાળ અને શૅમ્પૂનાં પાઉચ કાઢ્યા

એ પોસ્ટના પ્રતિસાદરૂપે ડઝનબંધ લોકોએ પુસ્તકોના ઑનલાઇન ઑર્ડર્સ આપવા સાથે સહાનુભૂતિના સંદેશ પણ લખ્યા હતા, પરંતુ વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર અને વાર્તા-લેખક નીલ ગૈમેને ઘરાકી વગરની દુકાનના એ ફોટોગ્રાફ્સ રીટ્વીટ કર્યા પછી પીટર્સફીલ્ડ સ્ટોરને પુસ્તકોના ઢગલાબંધ ઑર્ડર્સ મળ્યા હતા. સ્ટોર તરફથી પછીથી જણાવવામાં આવ્યું હતું કે સાવ ઓછું વેચાણ દર્શાવવા માટે ‘પાનખર દિન’ શબ્દ વાપરવામાં આવ્યો હતો. જો એવી સ્થિતિ હશે તો દુકાન એક અઠવાડિયું પણ ચાલશે કે નહીં એની ખાતરી નહોતી.’

england offbeat news hatke news