ડૉક્ટરે ટીનેજરના પેટમાંથી અડધો કિલો વાળ અને શૅમ્પૂનાં પાઉચ કાઢ્યા

Published: Jan 29, 2020, 09:20 IST | Tamil Nadu

પેટમાંથી ડૉક્ટરોએ લગભગ અડધો કિલોથી વધુનો વાળનો ગુચ્છો અને ખાલી શૅમ્પૂના પાઉચ કાઢ્યાં હતાં.

ડૉક્ટરોએ પેટમાંથી વાળનો ગુચ્છો અને ખાલી શૅમ્પૂના પાઉચ કાઢ્યાં
ડૉક્ટરોએ પેટમાંથી વાળનો ગુચ્છો અને ખાલી શૅમ્પૂના પાઉચ કાઢ્યાં

તામિલનાડુના કોઇમ્બતુરની સિટી હૉસ્પિટલમાં ૧૩ વર્ષની છોકરીને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છોકરી સાતમા ધોરણમાં ભણતી હતી અને તેને છેલ્લા ઘણા મહિનાથી પેટમાં દુખતું હતું. જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ ત્યારે તેણે પેરન્ટ્સને ફરિયાદ કરતાં તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ. ડૉક્ટરે પીડાનું કારણ સમજવા એન્ડોસ્કૉપી કરી તો ખબર પડી કે પેટમાં કશુંક ફસાયેલું છે.

આ પણ વાંચો : સરપંચે પોતાની ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ, પોતે નીચે બેસશે

અલબત્ત, ડૉક્ટરે પેટમાં ફસાયેલી ચીજને બહાર કાઢવા માટે સર્જરી કરી તો એમાંથી ધીમે-ધીમે કરતાં જે ચીજો નીકળતી ગઈ એ ચોંકાવનારી હતી. તેના પેટમાંથી ડૉક્ટરોએ લગભગ અડધો કિલોથી વધુનો વાળનો ગુચ્છો અને ખાલી શૅમ્પૂના પાઉચ કાઢ્યાં હતાં. જ્યારે તેની કડક પૂછતાછ કરી ત્યારે ખબર પડી કે નજીકના સંબંધીના મૃત્યુના આઘાત પછી તે મેન્ટલી તૂટી ગઈ હતી અને વાળ, શૅમ્પૂના પડીકાં અને જે હાથમાં આવે એ નકામી ચીજો ખાઈ જતી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK