પ્રતિબંધ છતાં પંચાયતની ચૂંટણીના વિજયની ઉજવણી કરનારાઓને પોલીસ રસગુલ્લા સાથે ઉઠાવી લાવી

07 May, 2021 10:52 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસના પ્રસારને કારણે ભીડ એકઠી કરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે એવામાં હાપુડમાં હાલમાં જ ચૂંટાઈ આવેલા બીડીસી અને તેમના સમર્થકો ભીડ એકઠી કરીને રસગુલ્લા વહેંચી રહ્યા હતા.

પોલીસે 20 કિલો રસગુલ્લા પણ જપ્ત કર્યા

ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં જીત્યા બાદ બે જણ ઉજવણી કરી રહ્યા હતા અને લોકોને રસગુલ્લા વહેંચી રહ્યા હતા. કોરોના વાઇરસના પ્રસારને કારણે ભીડ એકઠી કરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે એવામાં હાપુડમાં હાલમાં જ ચૂંટાઈ આવેલા બીડીસી અને તેમના સમર્થકો ભીડ એકઠી કરીને રસગુલ્લા વહેંચી રહ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરવાની સાથે જ તેમની પાસેના ૨૦ કિલો રસગુલ્લા પણ જપ્ત કર્યા હતા. હાપુડ પોલીસે ટ્વિટર પર બે ફોટો શૅર કરીને કહ્યું હતું કે કોવિડની મહામારીમાં સીઆરપીસીની કલમ ૧૪૪-સીનું ઉલ્લંઘન કરી રસગુલ્લા વહેંચી રહેલા બે જણની ધરપકડ કરવામાં આવી છે.

offbeat news hatke news uttar pradesh national news