નવો નુસખો: કોરોના અને COVID-I9ના સ્પેલિંગમાં કર્યો ફેરફાર

10 May, 2021 10:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટેનોગ્રાફરની નોકરી કરનાર એસ. વી. આનંદરાવ નામની એક વ્યક્તિએ દાવો કર્યો છે કે કોરોનાના નામ અને સ્પેલિંગમાં ફેરફાર કરવાથી કોરોના દૂર થઈ જશે. 

કોરોનાના નામ અને સ્પેલિંગમાં ફેરફાર કરવાથી કોરોના દૂર થઈ જશે.

ભારત પ્રાર્થના અને ચમત્કારોમાં વિશ્વાસ કરતો દેશ છે. હજી આજે પણ એવા અનેક પરિવારો છે જેઓ મહેનતની સાથે જ કે કદાચ મહેનત કરતાં વધુ પ્રાર્થના અને ચમત્કારમાં વિશ્વાસ કરે છે. ગયા વર્ષે કોરોના વાઇરસના ભારતમાં થયેલા આગમન વખતે ‘ગો કોરોના ગો’ ખૂબ પ્રચલિત થયું હતું, યાદ છેને?

સ્ટેનોગ્રાફરની નોકરી કરનાર એસ. વી. આનંદરાવ નામની એક વ્યક્તિએ દાવો કર્યો છે કે કોરોનાના નામ અને સ્પેલિંગમાં ફેરફાર કરવાથી કોરોના દૂર થઈ જશે. 

ગયા વર્ષે મહામારી શરૂ થઈ ત્યારથી લોકો અવનવા અખતરા કરી કોરોનાને ભગાવવાની કોશિશ કરી રહ્યા છે. ૨૦૨૧ શરૂ થયા પછી પણ આ પ્રયાસમાં ઓટ નથી આવી. ઇન્ટરનેટ પર આવો જ એક પ્રયાસ થયો છે, જેણે નેટિઝન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 

એક ટ્વિટર-યુઝરે એક જાહેરખબર મૂકી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે કોરોના અને કોવિડ-19ના સ્પેલિંગમાં થોડો ફેરફાર કરીને ‘Corona’ને બદલે CARONAA અને COVID-19ના સ્થાને COVVIYD-19 લખવાથી કોરોનાની મહામારી ભાગી જશે. આ ભાઈએ તેમના નામ ANANDમાં પણ એક એ અને એક ડી ઉમેરીને ANNANDD નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે. 

offbeat news hatke news coronavirus covid19