250 કિલો વજન ઊંચકવા જતાં વેઇટલિફ્ટરનો પગ બટકાઈ ગયો

22 May, 2019 10:14 AM IST  |  રશિયા

250 કિલો વજન ઊંચકવા જતાં વેઇટલિફ્ટરનો પગ બટકાઈ ગયો

વેઇટલિફ્ટરનો પગ બટકાઈ ગયો

આજકાલ સ્પોર્ટ્‍સમાં લોકો પોતાની શારીરિક ક્ષમતાને એટલી હદે ચકાસવા લાગ્યા છે કે એમાં શરીરને નુકસાન થઈ જાય. રશિયાના ખાબારોવ્સ્કમાં યુરેશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા રશિયાના યારોસ્લેવ રાડાશ્કેવિચ નામના વેઇટલિફ્ટર સાથે ભયાનક હાદસો બન્યો હતો.

રવિવારે બનેલી આ ઘટનામાં યારોસ્લેવ ૨૫૦ કિલો વજન ઉપાડીને સ્ક્વૉટ કરવા ગયો એ જ ક્ષણે તેના જમણા પગની પિંડીમાં આવેલું ટિબિયા નામનું હાડકું બટકાઈ ગયું અને તે જમીન પર ફસડાઈ પડ્યો.

આ પણ વાંચો : પત્નીએ જ પતિ અને પ્રેમિકાનાં લગ્ન કરાવ્યાં અને સાથે મંડપમાં પણ બેઠી

પગનું હાડકું લિટરલી બટકીને બે ટુકડા થઈ ચૂક્યું હતું. તેણે હજી થોડા સમય પહેલાં જ વેઇટલિફ્ટર તરીકે રિટાયર થઈને ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું હતું. જોકે હવે તેના પગના હાડકાને કૉમ્પ્લેક્સ સર્જરી અને સળિયા નાખીને સાંધવું પડશે અને એ પછી તે પોતાના પગે ચાલી શકે એમાં પણ લાંબો સમય લાગશે. ડૉક્ટરોનું કહેવું છે કે હવે તે વેઇટલિફ્ટિંગ ટ્રેઇનર તરીકે પણ કામ નહીં કરી શકે.

russia offbeat news hatke news