જયપુરની આ હૉસ્પિટલમાં રોગોનું નિદાન કરવા કુંડળી જોવામાં આવે છે

30 May, 2019 09:18 AM IST  |  જયપુર

જયપુરની આ હૉસ્પિટલમાં રોગોનું નિદાન કરવા કુંડળી જોવામાં આવે છે

યુનિક સંગીતા મેમોરિયલ હૉસ્પિટલ

તમે હૉસ્પિટલમાં કોઈ સમસ્યા લઈને જાઓ તો પહેલાં તમને પૂછવામાં આવે કે આ પહેલાં કોઈ રિપોર્ટ કઢાવેલા છે? જો હોય તો આપો. જોકે જયપુરના વૈશાલીનગરમાં આવેલી યુનિક સંગીતા મેમોરિયલ હૉસ્પિટલમાં કુંડળી જોવાય છે. પહેલાં દરદીની કુંડળી બનાવાય છે અને એના આધારે જે રોગ હોવાનું નિદાન થાય એ માટે પછી જરૂરી મેડિકલ સાયન્સની મદદ લઈને રિપોર્ટ કરવામાં આવે. અહીં હૉસ્પિટલમાં રોજ ૨૫થી ૩૦ જણની કુંડળીઓ જોવામાં આવે છે. ડૉક્ટરનું કહેવું છે કે આ તેમની ઍસ્ટ્રો-મેડિકલ હૉસ્પિટલ છે. ડૉ. મહેશ કુલકર્ણીનું કહેવું છે કે અમે જ્યોતિષ શાસ્ત્ર અને મેડિકલ સાયન્સનો સમન્વય કરવા માગીએ છીએ. એટલે દરદીનો મેડિકલ રિપોર્ટ કરતાં પહેલાં જ્યોતિષવિદ્યાથી આરામથી તકલીફ ઓળખી લઈએ છીએ.

આ પણ વાંચો : વાહ, પોલીસભાઈએ ફાઇબરની લાઠીને બનાવી દીધી વાંસળી

હૉસ્પિટલમાં જ્યોતિષશાસ્ત્રના જાણકાર અખિલેશ શર્મા પાસે સૌથી પહેલાં દરદી જાય છે. ત્યાં તેને કોઈ લક્ષણો પૂછવાને બદલે જન્મતારીખ અને કુંડળીની વિગતો પૂછવામાં આવે છે. ગ્રહોની દશા મુજબ જે નિદાન થાય એ પછી મેડિકલ ટેસ્ટ થાય અને પછી કુંડળી અને મેડિકલ રિપોર્ટને સરખાવીને આગળની સારવાર કરવામાં આવે.

jaipur offbeat news hatke news