આઇફલ ટાવર પાસે ઘાસથી 2000 ફુટ લાંબી હાથની સાંકળ બનાવાઈ

17 June, 2019 09:14 AM IST  |  આઇફલ ટાવર

આઇફલ ટાવર પાસે ઘાસથી 2000 ફુટ લાંબી હાથની સાંકળ બનાવાઈ

આઇફલ ટાવર

યુરોપમાં ઠેર-ઠેર રેફ્યુજીઓની સમસ્યા છે. એવામાં પોતાના જ દેશમાંથી નિકાલ પામેલા લોકોના ઇશ્યુઝ સમજવા અને ઉકેલવા માટે માનવજાતિએ એક થવાની જરૂર છે એવો સંદેશો આપવા માટે ગુલિએમ લાગ્રોસ નામના એક ફ્રેન્ચ આર્ટિસ્ટે પૅરિસના આઇફલ ટાવર પાસે એક જાયન્ટ કુદરતી ચિત્ર રચ્યું હતું.

બાયોડીગ્રેડેબલ ઘાસની મદદથી એક લાંબી માનવહાથની સાંકળ બનાવવામાં આવી હતી. આઇફલ ટાવર પર પરથી ૨૦૦૦ ફુટ લાંબું એ ચિત્રણ ખૂબ જ સુંદર અને મનોરમ્ય લાગી રહ્યું હતું. આ વર્ક બહુ થોડા દિવસ જ ટકી શકે એવું છે. આપમેળે આ ચિત્ર માટીમાં ભળીને ઓગળી જશે એવું આર્ટિસ્ટનું કહેવું છે.

આ પણ વાંચો : આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

ગુલિએમનું કહેવું છે કે તેની ઇચ્છા આ જ આર્ટવર્ક બીજાં ૨૦ શહેરોમાં તૈયાર કરવાનું છે. આવતાં ત્રણ વર્ષમાં તે આ આર્ટવર્ક દ્વારા દુનિયાભરમાં રેફ્યુજીઓ માટેના મુદ્દાને વાચા આપશે. નેક્સ્ટ આર્ટવર્ક લંડનમાં થશે.

eiffel tower offbeat news hatke news