અમર, અકબર અને ઍન્થની : બાળસિંહોને મળી ઓડિશાના બાયોલૉજિકલ પાર્કમાં લાઇફલાઇન

27 March, 2024 09:45 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

બચ્ચાંના જન્મ પછી તરત જ એમની માતાએ ત્યજી દીધાં હતાં.

ઓડિશાનું નંદન કાનન બાયોલૉજિકલ પાર્ક

એક તરફ એશિયાટિક સિંહોની પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે ઓડિશાના નંદન કાનન બાયોલૉજિકલ પાર્કમાં ફૉરેસ્ટ અધિકારીઓએ પ્રશંસનીય કાર્ય કર્યું છે. આ પાર્કમાં અમર, અકબર અને ઍન્થની નામના ત્રણ એશિયાટિક સિંહનાં બચ્ચાં જન્મ્યાં હતાં. બચ્ચાંના જન્મ પછી તરત જ એમની માતાએ ત્યજી દીધાં હતાં. ફૉરેસ્ટ સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા જોતાં અત્યંત નાજુક સ્થિતિ ધરાવતા આ બાળસિંહોને નિઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં ખસેડ્યા હતા જેથી એમને જરૂરી સારસંભાળ મળે.

offbeat videos offbeat news social media wildlife