midday

ચાઇનીઝ કાલી માતા : કલકત્તાના કાલી મંદિરમાં પ્રસાદમાં મોમો અને ચાઇનીઝ નૂડલ્સ ચડાવાય છે

06 June, 2025 12:19 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ભોગમાં પણ ચાઇનીઝ વ્યંજનો જ ચડાવવામાં આવે છે. તમાંગમાં આવેલા આ મંદિરમાં હિન્દી અને ચાઇનીઝ મિશ્રણની સંસ્કૃતિ છે.
કલકત્તાના તંગરામાં એક ચીની મંદિર છે જેમાં કાલી માતા બિરાજમાન

કલકત્તાના તંગરામાં એક ચીની મંદિર છે જેમાં કાલી માતા બિરાજમાન

પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તાના તંગરામાં એક ચીની મંદિર છે જેમાં કાલી માતા બિરાજમાન છે. આ મંદિરને ચીની એટલા માટે કહેવામાં આવે છે કેમ કે અહીં દેવીને પ્રસાદ તરીકે મોમો અને ચાઉમીન મળે છે. ભોગમાં પણ ચાઇનીઝ વ્યંજનો જ ચડાવવામાં આવે છે. તમાંગમાં આવેલા આ મંદિરમાં હિન્દી અને ચાઇનીઝ મિશ્રણની સંસ્કૃતિ છે. આ વિસ્તારમાં ૧૮મી સદીના અંતમાં આવેલા ચાઇનીઝ સમુદાયના લોકો રહે છે એટલે અહીં મંદિરના દ્વાર પર ચાઇનીઝ અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં સૂચનાઓ જોવા મળે છે અને લોકો એને ગર્વથી ચાઇનીઝ કાલી મંદિર કહે છે. કાલી માતાની સાથે-સાથે અહીં ચાઇનીઝ ડ્રૅગન અને ફીનિક્સ જેવા ચાઇનીઝ દેવતાઓની મૂર્તિ તેમ જ ચાઇનીઝ સજાવટ જોવા મળે છે.

ભક્તો દેવીને પ્રસાદમાં ચાઇનીઝ નૂડલ, ફ્રાઇડ રાઇસ, ચાઉમીન અને મોમોઝ જેવી ચીજો ચડાવે છે.

west bengal kolkata religion religious places china culture news food news national news news offbeat news