કર્ણાટકના દાદી 1 મિનિટમાં ખાઈ ગયા 6 ઈડલી, યુવાનોનો છોડ્યા પાછળ

02 October, 2019 05:08 PM IST  |  કર્ણાટક

કર્ણાટકના દાદી 1 મિનિટમાં ખાઈ ગયા 6 ઈડલી, યુવાનોનો છોડ્યા પાછળ

કર્ણાટકમાં યોજાઈ ઈડલી ખાવાની સ્પર્ધા

જરા વિચારો...એક મિનિટમાં કોઈ વ્યક્તિ કેટલી ઈડલી ખાઈ શકે છે? વધુમાં વધુ બે કે ત્રણ...પરંતુ કર્ણાટકના એક મહિલા એક મિનિટમાં એક કે બે નહીં પરંતુ 6 ઈડલી ખાઈ ગયા. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાની ઉંમર 60 વર્ષ છે. આ મહિલાએ આ કારનામું એક સ્પર્ધામાં કર્યું. જેમાં તે મહિલાઓની કેટેગરીમાં પહેલા સ્થાન પર આવ્યા.

રાજ્યમાં મંગળવારે મૈસૂર દશેરાના અવસર પર ઈડલી ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ખાસ કરીને મહિલાઓ માટે આયોજિત કરવામાં આવી હતી.

10 દિવસો સુધી મનાવવામાં આવે છે ઉત્સવ
મૈસૂર દશેરા કર્ણાટકનો આધિકારીક ઉત્સવ છે અને તે 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. તેની શરૂઆત નવરાત્રી સાથે થાય છે અને દશેરાના દિવસે તેનું સમાપન થાય છે.આ દસ દિવસ સુધી આખા શહેરને સજાવવામાં આવે છે. આ દરમિયાન મૈસૂર પેલેસ એક લાખ બલ્બોની રોશનીથી ઝગમગે છે.

રવિવારે થઈ ઉત્સવની શરૂઆત
પારંપિક રીતિ રિવાજો સાથે રવિવારે આ જાણીતા તહેવારની શરૂઆત કરવામાં આવી. આ અવસર પર મૈસૂરના મહારાજ યદુવીર કૃષ્ણાદત ચમરાજાએ પૂજા અર્ચના કરી અને સુવર્ણના સિંહાસન પર બેસીને ખાસ દરબાર લગાવ્યો. આ પારંપરિક ઉત્સવનું જાણીતા લેખક એસ એલ ભૈરપ્પા અને મંત્રી પ્રહલાદ જોશીએ ઉદ્ધાટન કર્યું.

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ હિના ખાનનો જમ્પશૂટમાં સ્ટાઈલિશ અંદાજ

દેવી ચામુંડાને સમર્પિત
આ ઉત્સવ પહેલીવાર 1610માં રાજવંશે આયોજિત કર્યો હતો. આ દરમિયાન પરેડ, સરઘસ સાથે તહેવારનું આયોજન કરવામાં આવતું હતું. બસ ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે. આ દરમિયાન આખો દેશ જ્યારે વિજયાદશમીના દિવસે રામની રાવણ પર

hatke news offbeat news karnataka