પ્લેનની નીચે છુપાઈને દિલ્હીથી લંડન જીવતો પહોચ્યો આ વ્યક્તિ

07 July, 2019 03:16 PM IST  | 

પ્લેનની નીચે છુપાઈને દિલ્હીથી લંડન જીવતો પહોચ્યો આ વ્યક્તિ

પ્રતીકાત્મક તસવીર

ગત સપ્તાહે લંડનમાં એક ઘરના બગીચામાં અચાનક એક વ્યક્તિનો મૃતદેહ આકાશમાંથી પડ્યો હતો. આ મૃતદેહ બરફથી જામેલો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતદેહ ફ્લાઈટના લેન્ડિંગ ગિઅરની જગ્યાએ છુપાઈને સફર કરી રહેલી વ્યક્તિનો હતો. તપાસ પછી બહાર આવ્યું છે કે, મૃતદેહ કેન્યા એરલાઈન્સની એક ફ્લાઈટ જ્યારે કેન્યા થી લંડન આવી રહી હતી ત્યારે પડ્યો હતો. ત્યારબાદ ફરી એક કિસ્સો સામે આવ્યો હતો કે, એક યુવકે પણ લેન્ડિંગ ગિઅરમાં છુપાઈને મુસાફરી કરી હતી અને જીવતો બચી ગયો હતો.

દુનિયાભરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા હતા જેમા લોકો ફ્લાઈટના નીચેના ભાગમાં છુપાઈને મુસાફરી કરતા શિકાર બન્યા હતા. જો કે ઘણા એવા ઓછા લોકો છે જે જીવતા બચ્યા હોય આવો જ એક કિસ્સો 1996માં સામે આવ્યો હતો ડેમાં દિલ્હીથી એક વ્યક્તિએ મુસાફરી કરી હતી અને લંડન જીવતો પહોચ્યો હતો. આજથી 23 વર્ષ પહેલા પરદીપ સૈની નામની વ્યક્તિ વિમાનના લેન્ડિંગ ગિઅરમાં છુપાઈને લંડન જીવતો પહોચ્યો હતો.

આશરે 6,500 કિલોમીટર સુધી લેન્ડિંગ ગિઅરમાં યાત્રા કરવા માટે મજબુર સૈની સુરક્ષિત લંડન પહોચ્યા હતા. આ દરમિયાન બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ 40 હજાર ફૂટ સુધી પહોચી અને ઓક્સિજન પણ બરાબર ન હોય અને તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી જાય ત્યારે જીવવાનું ઘણું અઘરૂ હતું.

આ પણ વાંચો: બોરિસ જૉનસન ભારે બહુમતિ મેળવી બની શકે છે બ્રિટેનના PM

ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવિંગનું કામ કરી રહેલા સૈનીને જ્યારે લંડન પહોચ્યા ત્યારે આ મુસાફરી વિશે તેમને ખ્યાલ હતો નહી કે કઈ રીતે તે પહોચ્યા. સૈની સાથે તેમના ભાઈ પણ લેન્ડિંગ ગિઅરમાં છુપાયેલા હતા જો કે વિમાનમાંથી પડવાથી તેમની મોત થઈ હતી અને 5 દિવસ પછી તેમનો મૃતદેહ મળ્યો હતો. પ્રદીપ સૈની લંડન પહોચવા પર બેહોશીની હાલતમાં મળી આવ્યા હતા ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈંગ્લેન્ડમાંથી કાઢવા સામે સૈનીએ લાંબી લડાઈ લડી હતી અને આખરે કોર્ટે તેમને લંડનમાં રહેવા માટે પરવાનગી આપી હતી

hatke news offbeat news gujarati mid-day