કરોળિયો આખેઆખા ઉંદરને ગળી ગયો

20 June, 2019 11:35 AM IST  | 

કરોળિયો આખેઆખા ઉંદરને ગળી ગયો

કરોળિયો ઉંદરને ગળી ગયો

આપણે ત્યાં મોટા ભાગે કરોળિયા જાયન્ટ સાઇઝના નથી હોતા, પરંતુ ઑસ્ટ્રેલિયામાં કરોળિયા પણ જાયન્ટ સાઇઝના હોય છે. એ કરોળિયાની પ્રજાતિ હન્ટ્સમૅન સ્પાઇડર કહેવાય છે.

જસ્ટિન લૅટોન અને તેનો પતિ તાસ્માનિયા ટાપુ પર ફરવા ગયેલાં ત્યારે માઉન્ડ ફીલ્ડ નૅશનલ પાર્કમાં રોકાયાં હતાં. એ જ વખતે તેમના રૂમની અંદર એક જાયન્ટ કદનો કરોળિયો ઘૂસેલો હતો અને એ ઉંદરની સાઇઝના એક પ્રાણીને કોળિયો બનાવી રહ્યો હતો. પિગ્મી પૉસમ તરીકે જાણીતું આ ઉંદર જેવું પ્રાણી લગભગ અઢી ઇંચથી મોટું શરીર ધરાવે છે અને એની પૂંછ પણ એના શરીરથી બમણી લાંબી હોય છે. જ્યારે હન્ટ્સમૅન સ્પાઇડરનું શરીર પણ લગભગ અઢી ઇંચ જેટલું જ હોય છે, પરંતુ એના પગ ૧૩ ઇંચ જેટલા લાંબા થઈ શકે છે. આ યુગલે અલભ્ય શિકારની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને મોટા પ્રાણીવિશેષજ્ઞો પણ આ શિકારથી અચંબિત છે.

આ પણ વાંચો: રથયાત્રાઃ આસામથી 4 હાથીને ટ્રેનમાં અમદાવાદ લવાશે

hatke news offbeat news gujarati mid-day