હૉન્ગકૉન્ગ:આ બિઝનેસમેન આપશે યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓની 5 વર્ષની ફી

26 June, 2019 09:42 AM IST  | 

હૉન્ગકૉન્ગ:આ બિઝનેસમેન આપશે યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓની 5 વર્ષની ફી

લી કા-શિંગને સ્થાનિકો સુપરમૅનના હુલામણા નામે બોલાવે છે

હૉન્ગકૉન્ગ શહેરના સૌથી ધનાઢ્ય વ્યક્તિ લી કા-શિંગને સ્થાનિકો સુપરમૅનના હુલામણા નામે બોલાવે છે. જોકે લી ભાઈએ તાજેતરમાં ખરેખર સુપરમૅનને શાભાવે એવું કામ કર્યું છે. તેમણે શેન્તો યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સની ફી પોતે ભરવાનું નક્કી કર્યું છે. એ પણ માત્ર એક વર્ષ માટે નહીં, આગામી પાંચ વર્ષ માટે તેઓ આમ કરશે.તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની કુલ ફી લગભગ ૯૯ કરોડ રૂપિયા જેટલી થાય છે.

‘ફૉર્બ્સ’ મૅગેઝિન અનુસાર લી કા-શિંગ હૉન્ગકૉન્ગના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. લીભાઈ હવે ૯૦ વર્ષના થઈ ચૂક્યા છે અને તેમણે સ્થાપેલું ફાઉન્ડેશન આ યુનિવર્સિટીના ખાસ વર્ગના તમામ છાત્રોની ટ્યુશન-ફીની ભરપાઈ કરવાનું છે. લીનું માનવું છે કે એમ કરવાથી કદાચ સેંકડો પરિવારો પરનો આર્થિક બોજ ઘટશે અને વિદ્યાર્થીઓ નચિંત થઈને ભણવામાં મન પરોવી શકશે.

આ પણ વાંચો: 25 માળ ઊંચે બાંધેલા લાંબા દોરડા પર રોપવૉક કર્યું ભાઈ-બહેને

hatke news offbeat news gujarati mid-day