લંડનની ટ્રેનમાં બેસીને આ ભાઈએ કપડાં ધોયાં ને સૂકવ્યા પણ ખરા

10 September, 2019 10:08 AM IST  | 

લંડનની ટ્રેનમાં બેસીને આ ભાઈએ કપડાં ધોયાં ને સૂકવ્યા પણ ખરા

જાહેર સ્થળોએ તમે કંઈક વિયર્ડ બિહેવ કરો તો લોકો તમને કેવા ઘૂરીને જોયા કરે? ૨૯ વર્ષના એલ્વિન મેન્સાહ નામના કૉમેડિયનને કદાચ એ બહુ ગમે છે એટલે તેણે લંડનની ભરચક ટ્રેનમાં જાણે તે કપડાં ધોતો હોય એવો સીન ક્રીએટ કર્યો હતો. ભાઈસાહેબ પોતાની સાથે કપડાં ધોવા અને સુકવવાનો બધો જ સામાન લઈને નીકળ્યા હતા.

એક પ્લાસ્ટિકની નાની બકેટ તેની પાસે હતી. બીજી એક પ્લાસ્ટિકની થેલીમાં તેણે બે લિટર પાણીની બૉટલ ભરેલી હતી અને સાથે મોટું ડિટર્જન્ટનું બૉક્સ પણ હતું. ભાઈએ પહેલાં બકેટમાં પાણી નાખ્યું, પછી ડિટર્જન્ટ નાખ્યો અને પોતાની ઝોળીમાંથી એક ટી-શર્ટ પણ કાઢ્યું. લિટરલી આ ભાઈએ બકેટમાં એ શર્ટ બોળ્યું, મસળ્યું અને પછી એમ જ સાબુ સાથે જ નિચોવી નાખ્યું.

આ પણ વાંચો: Video: જૂલાની મોજ લેતાં કપલને હવામાં ઉડતો દેખાયો I phone, આ વ્યક્તિએ કર્યું આવું

આટલું જોઈને જો તમે આઘાત પામ્યા હો તો હજી બીજો આંચકો બાકી છે. તેણે એક ફોલ્ડ થઈને રાખી શકાય એવું ક્લોથ-ડ્રાઇંગ સ્ટૅન્ડ પણ કાઢ્યું અને ખોલીને એની પર પેલી ટી-શર્ટ સૂકવી દીધી. એ પછી તેમણે બચેલું વધારાનું પાણી કાઢ્યું અને ફરી બીજું કપડું ધોવાનું શરૂ કર્યું. ભાઈએ લોકોના રિઍક્શન નોંધવા માટે જ આ પ્રૅન્ક કર્યો હતો, પરંતુ તે જે સહજતાથી કરતો હતો એ એકદમ સાચકલું જ લાગતું હતું.

hatke news offbeat news gujarati mid-day