હવે પંચાત કરવી પડશે ભારે, થશે દંડ, વાળવો પડશે કચરો !!

16 July, 2019 06:00 PM IST  | 

હવે પંચાત કરવી પડશે ભારે, થશે દંડ, વાળવો પડશે કચરો !!

પ્રતીકાત્મક તસવીર (ફોટો: Famina.in)

પંચાત કરવી એ માણસનો સ્વભાવ છે. પંચાતમાં કૂથલી પણ સામેલ છે. ઘર હોય કે ઓફિસ અને રસ્તાથી લઈને સંસદ સુધી દરેક જગ્યાએ, દરેક ખૂણામાં, દરેક મિનિટે લોકો ગોસિપ કરતા રહે છે. એમ કહી શકાય કે, આપણે એક ટાઈમ જમ્યા વગર રહી શકીએ પરંતુ ગોસિપ વગર નહી. અફવાઓ અને અડધા ઝઘડાઓનું કારણ પણ ગોસિપ જ છે. હાલ આ વિશે અનોખી બાબત સામે આવી છે. ફિલીપાઈન્સના Binalonanમાં સરકારે ગોસિપ કરવા પર બૅન મુક્યો છે. એટલે કે ગપ્પાબાજી બંધ ! ફિલિપાઈન્સના શહેર મનીલાથી બિનાલોનાન 200 કિલોમીટરના અંતરે આવ્યું છે.

બિનાલોનાનમાં તંત્ર દ્વારા ગોસિપ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલે કે જો તમે ગોસિપ કરી તો તમારી ખેર નથી.... અહીંયા જો વ્યક્તિ ગોસિપ કરતો ઝડપાશે તો તેને સજા ભોગવવી પડી શકે છે. સરકારે અફવાઓ પર સકંજો કસવા માટે અને લોકોને પોતાની પરિસ્થિતિઓ સામે જવાબદાર બનાવવા માટે ગોસિપ પર પ્રતિબંધ લગાવ્યો છે. નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ ગોસિપ કરતો પકડાય તો 721 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. દંડની સાથે સાથે વ્યક્તિએ 3 કલાક રસ્તા પર પડેલો કચરો પણ ઉઠાવવો પડશે.

જો કોઈ વ્યક્તિ પહેલીવાર દંડ થવા પર પણ સુધરે નહી અને બીજી વાર ગોસિપ કરતા ઝડપાય તો 1400 રૂપિયા દંડ અને 8 કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. જો કે કઈ વાતને ગોસિપ કહેવી અને કઈ વાતને નહી તે સ્પષ્ટ નથી. સ્થાનિક મેયર રામોન ગુઈકોનું કહેવું છે કે, જો કોઈ 2 વ્યક્તિ અન્ય વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમની આર્થિક સ્થિતિ જેવા મુદ્દે વાત કરતા પકડાશે તો તેને કાનૂની અપરાધ ગણવામાં આવશે.

આ પણ વાંચો: જ્યારે ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

બિનાલોનાનમાં આ કાયદો હાલમાં જ લાગૂ કરવામાં આવ્યો છે પરંતુ તેના પડોશી શહેરર મોરેનોમાં આ નિયમ 2017થી લાગૂ કરવામાં આવ્યો છે. આ નિયમ અંતર્ગત 600-700 રૂપિયા દંડ ભરાવવામાં પણ આવ્યો છે એટલું જ નહી લોકોને સાર્વજનિક રસ્તાઓ પરથી કચરો પણ ઉપાડવાની સજા પણ મળી ચૂકી છે. મહત્વનું એ છે કે, અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને બીજી વાર સજા થઈ નથી.

hatke news offbeat news gujarati mid-day