આ અનોખી લગ્નપત્રિકાનો પક્ષીના માળા તરીકે પણ ઉપયોગ કરી શકાય

06 December, 2021 09:07 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ભાવનગર જિલ્લાના શિવાભાઈ રવજીભાઈ ગોહિલે તેમના પુત્રનાં લગ્નની આમંત્રણપત્રિકાને યાદગાર અને ટકાઉ બનાવવાનો પ્રયાસ કર્યો છે

લગ્નપત્રિકા

દરેક વ્યક્તિ પોતાનાં લગ્નને યાદગાર બનાવવા માગતો હોય છે, માત્ર પોતાને માટે જ નહીં, તેના મહેમાનો માટે પણ. જોકે એ સાથે એ પણ સાચું કે આ પ્રસંગમાં અન્ય કોઈ પણ પ્રસંગ કરતાં વધુ બગાડ થતો હોય છે; પછી એ પૈસાનો હોય, અન્ય ચીજોનો હોય કે ખાદ્ય સામગ્રીનો કે રાંધેલા અનાજનો હોય. 
ગુજરાતના ભાવનગર જિલ્લાના શિવાભાઈ રવજીભાઈ ગોહિલે તેમના પુત્રનાં લગ્નની આમંત્રણપત્રિકાને યાદગાર અને ટકાઉ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એવી આમંત્રણપત્રિકા છપાવી છે જે પ્રસંગ પતી ગયા પછી વાળીને એમાંથી ચકલી અને એના જેવાં નાનાં પક્ષીઓનું ઘર બનાવી શકાય. 
શિવાભાઈ અને તેમનો પરિવાર પક્ષીપ્રેમી છે. તેમના ઘરમાં પક્ષીઓના અસંખ્ય માળા છે.  પક્ષીઓ માટે તેઓ માટીના વાસણમાં ચણ અને પાણી પણ રાખી મૂકે છે. શિવાભાઈના પુત્ર જયેશની ઇચ્છા હતી કે તેનાં લગ્નની કંકોતરી ફેંકવામાં જાય એને બદલે એમાંથી પક્ષીઓનો માળો બની શકે એવી હોય એ માટે તેમણે આવી અનોખી કંકોતરી તૈયાર કરાવી હતી.

offbeat news gujarat gujarat news viral videos